સુરત

સુરતઃ પોલીસ ભરતીમાં દોડતા દોડતા યુવક ઢળી પડ્યો

Latest Surat News: હાલ ગુજરાત પોલીસમાં (Gujarat Police) પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક દળ માટેની ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

મળતી વિગત પ્રમાણે, વાલીયા એસઆરપી દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં 36 વર્ષીય સંજય ગામતી પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે 5 કિલોમીટરની દોડ લગાવતી વખતે ઢળી પડ્યો હતો. આ સમયે તેને સીપીઆર સહિતની સારવાર આપવામાં આવી હતી અને 108 મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ઘટનાને લઈ પોલીસબેડામાં શોક છવાઈ ગયો હતો.

Also read: સુરત પોલીસમાં બદલીનો દોર; 12 પીઆઈની આંતરિક બદલી…

થોડા દિવસ પહેલા પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નાપાસ થવાના કારણે જૂનાગઢના માણાવદર તાલુકામાં 29 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. યુવકના આપઘાતથી પરિવાર અને ગ્રામજનોમાં શોક છવાઈ ગયો હતો. માણાવદર તાલુકાના દગડ ગામના 29 વર્ષીય પરેશ કાનગડ 9 જાન્યુઆરીના રોજ પોલીસ ભરતીની શારીરિક કસોટી આપવા માટે તે જામનગર ગયો હતો. લગભગ છેલ્લા 8 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતાં યુવકને પોલીસ ગ્રાઉન્ડમાં સફળતા ન મળતા નિરાશ થયેલા યુવકે બાંટવા નજીક જંગલમાં જઇ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના જણાવ્યા અનુસાર યુવક શારીરિક કસોટી આપવા માટે જામનગર ગયો હતો. ઘણા કલાકો સુધી પરેશ ઘરે પરત ન આવતા તેને ફોન કરતાં તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. આથી પરિવાર અને મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button