જુગાર રમતા બે યુવક પોલીસથી બચવા નદીમાં કૂદ્યા, પાણી વધારે હોવાથી થયું મોત…

Surat: સુરતમાં એક એવી ઘટના બની છે, જેમાં પોલીસ અને લોકો બન્ને અચંબિત છે. ઘટના એવી છે કે, કેટલાક યુવકો સુરતની તાપી નદીના કિનારે જુગાર રમી રહ્યા હતાં. આ દરમિયાન ત્યાં પોલીસ પેટ્રોલિંગ કરવા માટે આવે છે અને આ યુવકો પોલીસથી બચવા માટે ત્યાંથી ભાગી જાય છે. જેમાંથી બે યુવકો બચવા માટે નદીમાં કૂદી પડ્યાં હતાં અને તેમનું ડૂબી જવાથી મોત થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. અહી નદી કિનારે 8 થી 10 યુવકો જુગાર રમી રહ્યા હતાં.
Also read : ફાગણ મહિનામાં ‘ચૈત્ર’નો માહોલઃ રાજ્યનાં ૯ જિલ્લામાં હીટવેવની આગાહી…
8 થી 10 યુવકો નદી કિનારે રમી રહ્યાં હતાં જુગાર
મળતી જાણકારી પ્રમાણે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આ બન્ને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યાં છે. આ બન્ને યુવકોને જુગાર રમવું ભારે પડ્યું અને પોતાનો જીવ ગુમાવી દેવો પડ્યો. હવે પોલીસ પણ આ દિશામં તપાસ કરી રહીં છે. અન્ય યુવકો જે નદી પાસે જુગાર રમી રહ્યાં હતા તે પણ પોલીસના ડરથી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં. રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈએ આ મામલે વિગતો આપતાં કહ્યું કે, ‘નદીના પુલ પાસે ખાલી પડેલી જગ્યામાં પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી’
બન્ને યુવકો માટે જુગાર રમવું ભારે પડ્યું
જુગારીઓને ડર હતો કે પોલીસ તેમની ધરપકડ કરી લેશે તેથી તેઓ બધા ભાગી ગયા હતા. જેમાંથી બે યુવકો નદીમાં કૂદી ગયા અને તેમનું મોત થઈ ગયું. આ યુવકો જ્યારે નદીમાં કૂદ્યા ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેઓ ડૂબી ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે યુવકનો નદીમાં કૂદ્યા ત્યારે પોલીસે ફાયર બ્રિગેડને ફોન કરીને ટીમ બોલાવી અને તે યુવકોને બહાર આવ્યા છે. જો કે, હોસ્પિટલમાં લઈ જેને સારવાર આપવામાં આવે ત્યાં સુધી તો તેમનું મોત થઈ ગયું હતું.
Also read : ગુજરાતમાં ક્યારથી ગરમીમાં થશે ઘટાડો? વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
મળતી વિગતો પ્રમાણે મંજુ સફેદા અને અમીન હોટેલવાળા પોલીસને જોઈ તાપી નદીમાં કૂદી પડ્યા હતા. જ્યારે બાકીના યુવકો ત્યાંથી ઈસમો ભાગી છૂટ્યા હતા. પોતાના સંતાનોના મોતના સમાચાર સાંભળીને પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હૈયાફાટ રૂદન કર્યું હતું. અત્યારે મૃતકોના પરિવારજનોમાં ભારે શોનો માહોલ જોવા મળ્યો છે.