સુરતમાં વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ, પિતા કોણ?

સુરતઃ શહેરમાં એક 23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. ત્યાર બાદ હોટલમાં રાત્રિ રોકાણ દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકા આખરે સાડાચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ હતી. વિદ્યાર્થીની ઉંમર 11 નહીં 13 વર્ષ હોવાનો ધરપકડ બાદ ખુલાસો થયો હતો. શિક્ષિકાના ગર્ભમાં રહેલા બાળકનો પિતા કોણ? તેવી ચર્ચા હાલ થઈ રહી છે.
વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે ઘરે જ શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટલમાં પણ રાત્રે શરીર સંબંધ બાધ્યા હતા. બંને વચ્ચે શરીર સંબંધ પણ બંધાયા હોવાનું મેડિકલ તપાસમાં સામે આવ્યું છે. શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને તેની સામે પોક્સોની કલમ ઉમેરી હતી. હાલ તો પોલીસે શિક્ષિકાની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીને ભગાડીને લઈ ગયેલી શિક્ષિકાએ શારીરિક શોષણ કર્યુઃ પોક્સોની કલમ ઉમેરવામાં આવી
બુધવારે તેમને પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પોલીસે ચાલુ બસમાંથી જ ઝડપી લીધા હતા. બંને સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી, વૃંદાવન ફર્યા હતા. આ દરમિયાન પણ તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. વિદ્યાર્થી શિક્ષિકા પાસે ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. શિક્ષિકા ઘણા સમયતી ટ્યૂશન કરાવતી હોવાથી શિક્ષિકા અને બાળક વચ્ચે નજીકના સબંધ કેળવાયા હતા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
શું છે મામલો
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાઈની શોધખોળ કરવામાં આવી હતી.