ટોપ ન્યૂઝસુરત

સુરત સાયબર ફ્રોડ: લોનના બહાને ₹1445 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયું!

સુરત: ગુજરાતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. જેને જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરત શહેરમાં ગત 27 મેના રોજ ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઇમની ઓનલાઇન ચીટીંગનું ઇન્ટરનેશનલ રેકેટ પકડી પાડ્યું હતું. આ કેસમાં નવો ઘટસ્ફોટ થયો હતો.

માત્ર છ મહિનામાં કુલ 1,445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં
તપાસ દરમિયાન પોલીસને 164 બેંક એકાઉન્ટ મળ્યાં છે. આ બેંક એકાઉન્ટમાંથી આરબીએલ બેંકમાં ખોલેલા 90 બેંક એકાઉન્ટમાંથી માત્ર છ મહિનામાં કુલ 1,445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે. જ્યારે હજુ 75 બેંક એકાઉન્ટનું વેરીફીકેશન કરવાનું બાકી છે. આ આંકડો વધી શકે છે. તમામ બેંક એકાઉન્ટ સુરત શહેરમાં ખોલવામાં આવ્યા હતા. આ બેંક એકાઉન્ટની વિગતોમાં સિંગાપોર, મલેશિયા, ક્યુબા અને થાઈલેન્ડના મોબાઈલ નંબરો આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં આ ગુનામાં બે આરોપી કિરાત જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ અન્ય લોકો પાસેથી તમામ વિગતો મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. દર એકાઉન્ટ દીઠ તેમને અલગ અલગ લિમિટ આધારે એક લાખ રૂપિયાથી લઈને સાત લાખ સુધીનું કમિશન મળતું હતું.

કઈ રીતે આચર્યું ફ્રોડ?
સમગ્ર કેસમાં દિવ્યેશ વિનીત સહિત રિચ પે આઈડી ધારક નામના આરોપીઓ પણ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગના બેન્ક એકાઉન્ટ પૈસાની જરૂરીયાતમંદ લોકોને લોન આપવાના બહાને ખોલાવેલા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે. પૈસાની જરૂરીયાતમંદ લોકોને બેંક લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ લઈને બેંક એકાઉન્ટ ખોલી નાખવામાં આવતા હતા. બાદમાં ડોક્યુમેન્ટ ખૂટે છે જેના કારણે બેંક એકાઉન્ટ નહીં ખુલે તેવું કહીને આ ભેજાબાજો બેંક એકાઉન્ટ ખોલી નાખતા હતા. બાદમાં બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. સુરતની ઉધના પોલીસ દ્વારા તપાસમાં હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

આપણ વાંચો : ડુમસ જમીન કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, ભાગેડુ અનંત પટેલની ધરપકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button