Surat માં સિક્યોરિટી ગાર્ડે દીવાલ પર પેશાબ કરતાં યુવકને રોકતાં કર્યું આવું, વીડિયો થયો વાઇરલ

Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. રાંદેર વિસ્તારમાં એક સિક્યોરિટી ગાર્ડને દીવાલ પર પેશાબ કરતાં યુવકને અટકાવવાનું ભારે પડ્યું હતું. આ યુવકે સિક્યોરિટી ગાર્ડને ડંડા અને લાતોથી ન માત્ર ફટકાર્યો પરંતુ રોડ પર ઢસડ્યો પણ હતો. પ્રૌઢ સિક્યોરિટી ગાર્ડ સાથે થયેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘાયલ સિક્યોરિટી ગાર્ડને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સીસીટીવી મુજબ, રાંદેર વિસ્તારમાં એક વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ હાથમાં ડંડો લઈને ઉભો છે અને એક વ્યક્તિને કઈંક કહી રહ્યો છે. આ વાતથી નારાજ થઈને યુવક સિક્યોરિટી ગાર્ડનો ડંડો છીનવી લે છે અને તેને ફટકારવા લાગે છે. જે બાદ સિક્યોરિટી ગાર્ડ જમીન પર પડી જાય છે અને તે બાદ તેને લાત મારે છે.
આ પણ વાંચો…ભુજના જમીન ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટે તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવી
આ પછી યુવક સિક્યોરિટી ગાર્ડને ઢસડે છે. યુવકના મારના કારણે સિક્યોરિટી ગાર્ડ સડક પર બેભાન થઈને પડી જાય છે. જે બાદ અન્ય એક શખ્સ સિક્યોરિટી ગાર્ડ પાસે આવે છે અને યુવકનો હાથ પકડીને ત્યાંથી લઈ જાય છે.
રાંદેર પોલીસે સીસીટીવીના આધારે પ્રૌઢ સિક્યોરિટી ગાર્ડની ધોલાઈ કરનારા યુવકની શોધખોળ શરૂ કરી હતી. ઘાયલ સિક્યોરિટી ગાર્ડની હાલ સારવાર થઈ રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.