સુરત

સુરતમાં 5 બાળકે રમત-રમતમાં ચપ્પુના ઘા ઝીંકી 16 વર્ષીય કિશોરની કરી નાખી હત્યા

સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારમાં 16 વર્ષના કિશોરની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરતા 16 વર્ષીય કિશોરની હત્યા અન્ય 5 બાળકોએ કરી હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના ઉન પાટિયા પ્લેટેનીયમ પ્લાઝા રોયલ પાર્કની સામે ખુલ્લા પ્લોટમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને થતા ભેસ્તાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

16 વર્ષીય અનસ ફકરૂદિન શેખની મિત્રોએ કરી નાખી હત્યા

આ મામલે પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ ઉન પાટિયા આસમાનગર પાસે રહેતા 16 વર્ષીય અનસ ફકરૂદિન શેખ તરીકે થઇ હતી. તેની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ભેસ્તાન પોલીસે ગુનામાં સંડોવાયેલા બાળકો મળી આવ્યા હતા અને તેમની પૂછપરછ કરતા તેમણે ગુનો કરેલાની કબુલાત કરી હતી. જેથી કુલ 5 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને તાબામાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આપણ વાંચો:  અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે ધોલેરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું

રમતા રમતા ઝગડો થયો અને ખેલાયો ખૂની ખેલ!

આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, પાંચ આરોપી બાળકો છે જે પૈકી એકની ઉમર 10 વર્ષ છે, બીજા બેની ઉમર 12-12 વર્ષની છે એકની ઉમર 13 વર્ષ છે અને એકની ઉમર 14 વર્ષની છે. આ પાંચેય બાળકો અને મૃતક કિશોર બધા સાથે જ રમતા હતા બધા મિત્રો હતા પરંતુ રમતા રમતા આ બાળકોનો ઝગડો થયો હતો. મૃતક કિશોર આ બાળકોને ચીડવતો હતો અને ગાળો બોલતો હતો. જેથી પાંચેય બાળકોએ નક્કી કરી આ પાંચ બાળકો પૈકી એક બાળકે ઘરેથી છરી લાવીને આ પાંચેય બાળકોએ પ્લાનિંગ કરીને બાળકને છરીનો ઘા મારી હત્યા કરી હતી હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button