
Surat News: હોળીના પર્વને હવે માત્ર 11 દિવસ બાકી છે ત્યારે સુરત શહેરમાં વસવાટ કરતા યુપી-બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે. આ જ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. પરંતુ સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાના અભાવની છે. હોળી મનાવવા વતનમાં જવા લોકો ભારે ઉત્સાહી હોય છે. પરંતુ રેલવેની અવ્યવસ્થાના અભાવે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
Also read : Surat મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટમાં લખી આ વાત
ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે ભારે હાલાકી જોવા મળી હતી. જેમાં હોળી ઉજવવા પોતાના વતન જવા ઉત્સાહિત શ્રમિકો અને અન્ય મુસાફરો રાત્રિભર ટ્રેનની રાહ જોઈ લાંબી કતારમાં ઊભા રહે છે અને જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે ભારે ભીડના કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે. ઉધના રેલવે સ્ટેશન પર આવી અવ્યવસ્થા આ પહેલીવાર જોવા મળી નથી. ગયા વર્ષે પણ હોળી, દિવાળી અને છઠપૂજાના સમયે મુસાફરોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.
Also read : યુવતીએ 9.68 લાખના ઘરેણાં ભરેલા પર્સની કરી ઉઠાંતરી, 48 કલાકમાં પોલીસે આ રીતે ઝડપી લીધી
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત રેલવે સ્ટેશન પર રી-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે. યાત્રીઓના જણાવ્યા મુજબ ત્યાં એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછાં છે, પ્લેટફોર્મ પર પૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી.