સુરત

સુરતમાં નબીરાએ કાર ડિવાઈડર કુદાવી 5 વાહનોને અડફેટે લીધા: 2 સગા ભાઈઓનાં મોત…

અમદાવાદઃ સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના લસકાણા વિસ્તારમાં ફોરવ્હીલ કાર ચાલકે ડીવાઈડર કુદીને સામેની સાઈડ આવી ગયી હતી અને 5 વાહનો સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે સગા ભાઈઓના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થતાં લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

બે લોકોના મોત
આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બન્ને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે. આ દુર્ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં એક જ પરિવારના બાળક સહિતના ત્રણનો સમાવેશ થાય છે, જેમાં માતા-બાળક આઈસીયુમાં દાખલ કરાયા હતા અને તેઓ મૂળ ભાવનગરાના વતની છે.

6 લોકોને અડફેટે લીધા
પુરપાટ ઝડપે આવતી કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડીવાઈડર કુદાવીને સામેની સાઈડ આવી ગયી હતી અને એક બાદ એક એમ 5 વાહનો સહિત 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નું મોત નીપજ્યું હતું.

Also read : સાવધાનઃ ગુજરાતના કચ્છમાં પહોંચી ગયો જીબીએસ વાયરસઃ પહેલો કેસ નોંધાયો

કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું
મૃતકોના પરિવારજનના જણાવ્યા મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવક સવાર હતાં. કારની સ્પીડ 130-150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું. હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. બંને મૃતક ભાઈઓની તેમના નિવાસસ્થાનેથી બપોરે એકસાથે અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. કારચાલક નબીરા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button