સુરત

તહેવાર ટાણે માતમ: પાવાગઢથી પરત ફરી રહેલા સુરતનાં પરિવારનો અકસ્માત; ઘટનાસ્થળે 3 નાં મોત…

વડોદરા: હોળી-ધૂળેટીનાં આનંદ ઉલ્લાસનાં મહાપર્વ પર વડોદરામાં કાળચક્ર ફરી વળ્યું હતું. પાવાગઢ દર્શન કરવા ગયેલા પરિવારને વડોદરાના પોર નજીક કાળનો ભેટો થયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Also read : સુરતમાં દર સપ્તાહે એક રત્ન કલાકારનો આપઘાત, જાણો ડાયમંડ વર્કર યુનિયને શું કરી માગ

ત્રણ લોકોના જ ઘટનાસ્થળ પર મોત
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી પાવાગઢ દર્શન કરવા ગયેલ પરિવાર પાવાગઢથી દર્શન કરીને પરત કરી રહ્યો હતો, તે દરમિયાન અર્ટિગા કાર હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના જ ઘટનાસ્થળ પર મોત નીપજ્યા છે.

અકસ્માતની વિગતો મળતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button