VIDEO: શિવાજી મહારાજ સાથે જોડાયેલા મા અંબાના મંદિરે પહોંચ્યા હર્ષ સંઘવી…

સુરત: આજે ચૈત્રી નવરાત્રીનું આઠમું નોરતું છે. આજે દુર્ગા અષ્ટમી હોય રાજ્યનાં તમામ દેવી મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સુરતમાં મા અંબા દેવી મંદિર (અંબિકા નિકેતન મંદિર)માં પ્રાર્થના કરી હતી. આ મંદિરનો ઇતિહાસ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલો છે.
હર્ષ સંઘવી પહોંચ્યા મા અંબિકા નિકેતન મંદિર
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સુરતમાં મા અંબિકા નિકેતન મંદિર ખાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ દુર્ગા અષ્ટમીનાં દિવસે મા અંબાના દર્શન અને પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે “નવરાત્રી દરમિયાન, ખાસ કરીને અષ્ટમી અને નવમીના દિવસે, લાખો ભક્તો સુરતના મા અંબાજી મંદિરમાં પ્રાર્થના કરે છે.”
શિવાજી મહારાજે કરી હતી પ્રાર્થના
સુરતમાં મા અંબા દેવી મંદિર વિશે વાત કરતાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ મંદિર એક એવું સ્થાન છે કે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ સુરત આવ્યા ત્યારે તેમણે પ્રાર્થના કરી હતી. આજે મને પણ મા અંબા દેવીને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો.”
CM યોગીએ કર્યું કન્યા પૂજન
નવરાત્રીના આઠમના દિવસે કન્યા પૂજાનું મહત્વ રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કન્યાઓના પગ ધોયા અને વિધિ મુજબ તેમની પૂજા કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ શનિવારે ચૈત્ર નવરાત્રીના મહાઅષ્ટમી નિમિત્તે કન્યા પૂજન કર્યું હતું. આ દરમિયાન, તેમણે શાળાની વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી અને તેમને મીઠાઈઓ અને ભેટો પણ આપી હતી. વિદ્યાર્થિનીઓએ પણ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાને પોતાની સમસ્યાઓ ખુલ્લેઆમ જણાવી.
આપણ વાંચો: રામ નવમી પૂર્વે સુરત પોલીસ હાઈએલર્ટ: સંવેદનશીલ સ્થળોએ ડ્રોન સર્વેલન્સ શરૂ