સુરત

31મી ડિસેમ્બરે સુરતીઓએ હટકે કરી ઉજવણીઃ એક લાખ લોકોએ એકસાથે કર્યો હનુમાન ચાલીસાનો પાઠ અને…

સુરત: ગઈ કાલે વર્ષ 2024ને ધામધૂમ પૂર્વક વિદાય આપવામાં આવી. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે ઘણી પાર્ટીઓ અને કોન્સર્ટનું આયોજન કરવામાં (New Year Celebration) આવ્યું હતું. એવામાં સુરતમાં અલગ જ રીતે 2024ના વર્ષને વિદાય આપવામાં આવી અને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. સુરતમાં હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં (Hamuman Chalisa path in Surat) આવ્યું હતું, જેમાં લાખો લોકોએ એક સાથે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતાં. આ સૂત્રઆયોજનનો મુખ્ય હેતુ યુવાનોને ડ્રગ્સ અને અન્ય વ્યસનોથી મુક્ત કરવાનો અને તેમને પશ્ચિમી સંસ્કૃતિથી દૂર ભારતીય સનાતન સંસ્કૃતિ તરફ વાળવાનો હતો.

યુવાનોને આકર્ષવાનો પ્રયાસ:
સુરતના સિમરા પાસેના સલંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરવા દરરોજ હજારો ભક્તો આવે છે. આ સંદર્ભમાં નવા વર્ષની શરૂઆતમાં કષ્ટભંજન દેવના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો સુરત નજીકના સિમરા પહોંચ્યા હતા. જેઓ બોટાદમાં આવેલા સારંગપુર જઈ શક્યા ન હતા, તેઓ સુરતની ધરતી પર દાદા કષ્ટભંજન દેવના દર્શન કરાવવામાં આવ્યા હતા. યુવાનોને આકર્ષવા માટે આ દરમિયાન ફાયર શો અને લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સારંગપુર ધામના હરિપ્રસાદ સ્વામીએ ભક્તો માટે આ કથાનું આયોજન કર્યું હતું.

ભક્તિભાવ સાથે ઉજવણી:
નવા વર્ષના આગમન સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. આયોજકોએ જણાવ્યું કે એક તરફ 31મી ડિસેમ્બરે લોકો વિદેશી સંસ્કૃતિના પ્રભાવમાં ઉજવણી કરશે અને તે જ સમયે સુરતમાં હનુમાનજીની ભક્તિ કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Read This Also…કચ્છમાં નવા વર્ષની શરુઆતમાં Earthquake નો આંચકો, કેન્દ્રબિંદુ ભચાઉની નજીક

જૂના વર્ષને ભક્તિભાવ સાથે વિદાય આપવામાં આવી હતી અને રામના નામમાં લીન થઈને હિન્દુ સંસ્કૃતિ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

151 કિલોની કેક:
આ કથા દરમિયાન પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ દરમિયાન 151 કિલોની કેક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. આયોજકોએ ગદાના આકારની 151 કિલોની કેક અને 2000 કિલો ચોકલેટ હનુમાનજીને અર્પણ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button