સુરત

Surat માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી, 25 ટન ભેળસેળયુક્ત ઘી ઝડપ્યું

સુરત : ગુજરાતમાં સતત વધી રહેલા ખાદ્ય ખોરાકમાં ભેળસેળના કિસ્સા વચ્ચે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતમાંથી(Surat ) 25 ટન ભેળસેળયુક્ત ઘી પાડ્યું છે. જેમાં સ્થળ પરથી બે પેઢીમાંથી નકલી ઘી ની બનાવટમાં વપરાતા ઘીના એસેન્સ, વેજીટેબલ ફેટ અને ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળેલ છે જેથી સ્થળ પર જ 25 ટનનો જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂપિયા 69 લાખ થવા જાય છે તે જપ્ત કરવામાં આવેલ છે.ઓલપાડ, સુરત ખાતેથી વીર મિલ્ક પ્રોડક્ટસ અને આર. કે એન્ટરપ્રાઈઝ દ્વારા ભેળસેળયુકત અને બનાવટી ઘી બનાવવાનુ કોભાંડ પકડાયુ છે. જેમાં શુધ્ધ ઘીના નામે વેચાતા ભેળસેળયુક્ત શુભ બ્રાન્ડ ગાય ના ઘી નો જથ્થો ઝડપાયો છે.

આ પણ વાંચો: Ahmedabadમાં હેલ્થ વિભાગનો સપાટો, ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ બદલ અનેક એકમો સીલ કરાયા

140 કિલોગ્રામ જેટલો ઘીના એસેન્સનો જથ્થો સીઝ

આ અંગે ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, સુરત દ્વારા માસ્મા, મુકામે ઓલપાડ, સુરતમાં 11 જાન્યુઆરીના રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી વીર મિલ્ક પ્રોડક્ટસ, 108 હની ઈન્ડસ્ટ્રીઝ, માસ્મા, તા. ઓલપાડ, જી. સુરત ખાતે કુલ 3 નમુનાઓ તથા આશરે 5000 કીલોગ્રામ ગાયનુ ઘી, 2400 કિલોગ્રામ શુભ બ્રાન્ડ ગાયનુ ઘી તથા 140 કિલોગ્રામ જેટલો ઘીના એસેન્સનો જથ્થો સીઝ કરવામાં આવેલ.

ટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ નો જથ્થો સીઝ

આ સાથે ઉપરોક્ત પેઢીના સામે આવેલ પેઢી આર. કે એન્ટરપ્રાઈઝ, 163 હની ઈન્ડસ્ટ્રીઝ, માસ્મા, તા. ઓલપાડ, જી. સુરત ખાતેથી કુલ 02 નમુના લેવામાં આવેલ છે. જેમાં 10,200 કિલોગ્રામ જેટલો વેજ ફેટ અને 7000 કિલોગ્રામ જેટલો ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ નો જથ્થો સીઝ કરવામાં આવેલ.

લેબોરેટરી ટેસ્ટીંગમાં ભેળસેળ પકડાય નહિ તે માટે કેમીકલનો ઉપયોગ

તેમજ . આર. કે એન્ટરપ્રાઈઝ અને શ્રી વીર મિલ્ક પ્રોડક્ટસ પેઢી એકબીજા સાથે સંકળાયેલ છે તથા . આર. કે એન્ટરપ્રાઈઝ ના માલીક રાકેશ ઈશ્વરભાઈ ભરતીયા બંને ભાઈ છે તેવુ વીર મિલ્ક પ્રોડક્ટસ ના માલીક ભુપેશ ઈશ્વરભાઈ ભરતીયાએ કબુલ્યુ હતું. આ સાથે વેજ ફેટ, મલેશીયાથી આયાત કરી ને લાવવામાં આવતા ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ, અને ઘીના એસેન્સ નો ઉપયોગ કરી બનાવટી ઘી બનાવવાની મોડ્સ ઓપરેન્ડી ચાલતી હોવાની જણાઈ આવેલ તથા લેબોરેટરી ટેસ્ટીંગમાં ભેળસેળ પકડાય નહિ તે માટે આ કેમીકલનો ઉપયોગ કરતા હોવાનુ જાણવા મળ્યું છે.

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર (પોલીસ વિભાગ) ધ્વારા થનાર સયુંકત રેડથી ભેળસેળયુક્ત ઘી બનાવી જાહેર જનતાને ઘી તરીકે વેચાણ થતુ અટકાવવામાં સફળતા મળેલ છે. ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button