સુરત- ભુજ અને જામનગર વચ્ચે સીધી ડેઇલી ફ્લાઈટ શરૂ, જાણો સિડ્યુલ અને ભાડું

સુરત : ગુજરાતમાં હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે. જેમાં હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છને હવાઈ સેવાથી જોડવામાં આવ્યું છે. આ અંતર્ગત સુરત- ભૂજ અને જામનગર વચ્ચે દૈનિક ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. સ્ટાર એર દ્વારા 50 મુસાફરો કેપેસીટી સાથે ERJ-145 એરક્રાફ્ટ સેવા શરુ કરવામાં આવી છે.
સુરત- ભૂજ વચ્ચેની ફલાઈટ સવારે 9. 50 વાગે ઉપડશે
આ અંગે મળતી માહિતી મુજબ સુરત- ભૂજ વચ્ચેની ફલાઈટ S5512 સુરતથી સવારે 9. 50 વાગે ઉપડશે જે 10. 50 વાગે ભૂજ પહોંચશે. જયારે પરત ફરતી વખતે તે સવારે 11. 15 વાગે ભૂજથી ઉપડશે અને બપોરે 12. 15 સુરત પરત ફરશે. આ ફ્લાઈટ દરરોજ ઓપરેટ થશે. જેનું ભાડું રૂપિયા 2499 થી શરુ થશે.
સુરતથી બપોરે 12. 40 વાગે જામનગર માટે રવાના થશે
જયારે સુરતથી જામનગર માટેની ફ્લાઈટ S5613 સુરતથી બપોરે 12. 40 વાગે જામનગર માટે રવાના થશે જે બપોરે 1. 10 વાગે પહોંચશે. જયારે જામનગરથી ફ્લાઈટ S5612 સવારે 8. 35 થી ઉપડશે અને 9. 25 વાગે સુરત પહોંચશે.
આ બંને ફ્લાઈટ દરરોજ ઓપરેટ થશે. જેમા બિઝનેસ કલાસ માટે ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એરલાઈન કંપનીએ અમદાવાદ જામનગર માટે પણ સીધી સેવા શરૂ કરી છે.
આ પણ વાંચો…નાંદેડ એરપોર્ટ પર ફ્લાઈટ સેવાઓ અનિશ્ચિતકાળ માટે સ્થગિત: સ્થાનિકોમાં નારાજગી