સુરતમાં ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ જેવી ઘટના! 20 વર્ષીય યુવતીની કરી ક્રૂરતાપૂર્વક હત્યા

સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના માંગરોળ તાલુકાના વાંકલ-બોરિયા રોડ પર 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. એક યુવકે ચપ્પુ વડે યુવતીનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ત્યાર બાદ યુવકે પોતાનું ગળું કાપીને પણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.
ગળાના ભાગે ઘા કરી યુવતીની હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ-બોરિયા રોડ પર 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે યુવક પણ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની વિગતો મળતાની સાથે જ પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
શું કહેવું છે પોલીસનું?
પ્રાથમિક તપાસમાં બંને યુવક અને યુવતીનો આત્મહત્યા કરવાનો વિચારનો મામલો હોઈ તેવી પોલીસને શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેજસ્વી ચૌધરી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી, જ્યારે સુરેશ જોગી એક ખાનગી સંસ્થામાં કામ કરતો હતો. મંગળવારે સવારે તેજસ્વી પોતાના ઘરેથી નીકળીને સુરેશને મળવા ગઈ હતી. સુરત ગ્રામીણ પોલીસ અધિક્ષક હિતેશ જોયસરના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જો કે આ દરમિયાન યુવતી તેજસ્વી ચૌધરીનું મોત થઈ ચૂક્યું હતું. તેના ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો…પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં લડાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો શું કહ્યું
યુવકની હાલત સુધર્યાં બાદ નિવેદન લેવાશે
પોલીસે જણાવ્યું હતું કે યુવક સુરેશ જોગી અને યુવતી શાળાના સમયથી જ મિત્રો હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકે પહેલા યુવતીની હત્યા કરીને પછી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાલ બંને પ્રેમ સંબંધમાં હતા કે નહીં તેના અંગે કોઇ સ્પષ્ટતા થઈ ચૂકી નથી. વળી યુવકની હાલત ગંભીર હોય જેના કારણે તેઓ હાલમાં નિવેદન આપવાની સ્થિતિમાં નથી. પોલીસ તેના સ્વસ્થ થવાની રાહ જોઈ રહી છે જેથી કેસ વિશે સાચી માહિતી મળી શકે.
અગાઉ 21 વર્ષના યુવકે ગ્રીષ્મા વેકરિયાની કરી હતી હત્યા
અહીં એ જણાવવાનું કે સુરતના પાસોદરામાં 12મી ફેબ્રુઆરી, 2022ના એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. એકતરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનિલ ગોયાણીએ નામના 21 વર્ષના યુવકે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું જાહેરમાં ગળું કાપીને ક્રૂરતાથી હત્યા કરી હતી, ત્યાર બાદ ફરી એક કિસ્સો બનતા પ્રશાસનની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે.