સુરત

સુરતને ભાજપની નજર લાગી ગઈ: ગોપાલ ઇટાલિયાએ શહેરમાં વધતી ગુનાખોરી મુદ્દે સત્તાધારી પક્ષ પર કર્યા પ્રહાર

સુરત: રાજ્યના ડાયમંડ સિટીમાં વધતા ગુનાઓ મુદ્દે નાગરિકોની ચિંતા વધી છે ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયા પર સત્તાધારી પાર્ટીની આકરી ટીકા કરી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી એકવખત ઈટાલિયા ડાયમંડ સિટીમાં ગુંડા અને બુટલેગર રાજ મુદ્દે સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સુરતને કોઈની નજર લાગી ગઈ છે, એકસમયે લોકોના પેટનો ખાડો પૂરનારું સુરત આજે ગુંડા અને બુટલેગરનું હબ બની ગયું છે.

મળતી વિગતો અનુસાર, સુરતના ગોડાદરા ખાતે યોજાયેલ પરિવર્તન સભામાં તેમણે કહ્યું હતું કે એકસમય હતો કે જ્યારે આ જ સુરતમાં સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ સમગ્ર દેશમાંથી લોકો ધંધો રોજગાર કરવા, પરિવારનું ગુજરાન ચલાવવા, ચેન અને શાંતિથી જીવન જીવવા માટે આવતા હતા અને આ માટે ગુજરાત જાણીતું હતું. કારણ કે આ એક એવું શહેર હતું કે જે લોકોનું પેટ ભરતું હતું, આ શહેર બધાને સુરક્ષા આપતું હતું, પ્રેમ આપતું હતું.”

તેમણે આગળ કહ્યું હતું કે, આ સિલસિલો ઘણા વર્ષો સુધી ચાલ્યો, તમામને આગળ વધવાનો મોકો આપ્યો. પછી આપણે ભાજપને જિતાડી, તેમ હું પણ સામેલ હતો. આપણે દરવખતે ભાજપને જિતાડી, પછી એવું થયું કે આજે ન તો પેટ ભરાય છે, ન બાળકોનો ગુજારો થાય છે અહી માત્ર ને માત્ર ગુંડાઓ, બુટલગેર અને અનાજ માફિયાઓ જ ફળીફૂલી રહ્યા છે.

એક જમાનામાં લોકોનું પેટ ભરાતું હતું પરંતુ આજની હાલત શું છે? આ શહેરને ભાજપવાળાની નજર લાગી ગઈ છે. સવારે ઉઠીને સમાચાર વાંચો તો જાણવા મળે કે આ વિસ્તારમાં ચોરી થઈ, આ વિસ્તારમાં મર્ડર થયું, આ વિસ્તારમાં કોઈ ડ્રગ્સ વેચાતા પકડાયું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button