સુરતમાં ડુમસના દરિયા કિનારે 6 ગોલ્ડન શિયાળોનું ટોળું જોવા મળ્યું...

સુરતમાં ડુમસના દરિયા કિનારે 6 ગોલ્ડન શિયાળોનું ટોળું જોવા મળ્યું…

સુરત: શહેરના ડુમસના દરિયા કિનારે મિત્રો સાથે ફરવા નીકળેલા એક યુવકે ડુમસ રોડ પર એક સાથે છ જેટલા ગોલ્ડન શિયાળના સમૂહને વિહરતા જોયા હતા. આ અદ્ભૂત દ્રશ્ય તેણે કેમેરામાં કંડારી લીધું હતું. મળતી વિગત પ્રમાણે, ડુમસ વિસ્તારમાં રહેતો અને પ્રકૃતિ નિરીક્ષણનો શોખ ધરાવતો યુવક પોતાના મિત્રો સાથે ડુમસના શાંત માહોલનો આનંદ માણતો હતો. તે સમયે તેની નજર રોડ પર આવેલા ઝાડી -ઝાંખરાવાળા વિસ્તાર તરફ પડી હતી. જ્યાં તેને એક સાથે છ જેટલા ગોલ્ડન જેકલનું ટોળું જોવા મળ્યું હતું. જેમાંથી એક તો રોડ પર પણ હતું.

યુવકના કહેવા પ્રમાણે, આ શિયાળોનું જૂથ શાંતિપૂર્વક રોડ ઓળંગીને નજીકની ઝાડીઓ તરફ આગળ વધી રહ્યું હતું. તેણે તરત જ પોતાના મોબાઈલમાં આ દૃશ્ય કેદ કરવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે તેણે શિયાળોને તેમની વિશિષ્ટ ચાલવાની પદ્ધતિ અને તેમની ઝાડી પૂંછડી પરથી ઓળખ્યા હતા. આ ગોલ્ડન શિયાળોનું સમૂહ એકસાથે જોવું એ ખરેખર એક દુર્લભ ઘટના હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button