સુરત

સુરતમાં યુવતીએ ટાવર પર ચઢીને હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો; આ કારણે ભર્યું પગલું…

સુરત: એક યુવતીએ હાઈ ટેન્શન ટાવર પર ચડીને આત્મહત્યા કરવાની ધમકી આપતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. યુવતીને મહા મુશ્કેલીએ નીચે ઉતારવામાં આવી હતી.

Also read : ગુજરાતમાં સ્કૂલોમાં મોબાઈલ પ્રતિબંધ માટેની માર્ગદર્શિકા થઈ તૈયાર, થોડા દિવસમાં થશે જાહેર

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવતી મૂળ ઓડિશાની છે અને દિલ્હીમાં કામ કરે છે. તે તેના પ્રેમીને મળવા સુરત આવી હતી, અને શહેરની એક હોટલમાં રોકાઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે લગ્ન કરવા બાબતે ઝઘડો થયો હતો. પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા યુવતી હતાશ થઇને આત્મહત્યા કરવા ટાવર પર ચઢી ગઈ હતી.

સુરત પોલીસના અધિકારીએ જણાવ્યું કે યુવતી સુરતના સિંગણપર વિસ્તારમાં રહેતા તેના બોયફ્રેન્ડને મળવા દિલ્હીથી આવી હતી. સોમવારે રાત્રે બંને એક હોટલમાં રોકાયા હતા. સવારે યુવતી તેના બોયફ્રેન્ડ સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. આ સમય દરમિયાન, લગ્ન બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

Also read : અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈ મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન

માહિતી મુજબ પ્રેમી યુવતીનો સામાન અને પૈસા લઈને ભાગી ગયો. ત્યાર બાદ યુવતીએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અને હાઇ ટેન્શન ટાવર પર ચઢી ગઈ. સ્થાનિક લોકોએ યુવતીને જોતા પોલીસને જાણ કરી હતી. આ પછી, ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી, અધિકારીઓએ ટાવર પર ચઢીને યુવતીને સમજાવીને તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button