સુરત

સુરતમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ: ૧૨ આરોપીની ધરપકડ

સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ૧૨ શખસ પૈકી ૫ અમરેલી જિલ્લાના, ૪ ભાવનગર જિલ્લાના, ૧ ગીર સોમનાથનો અને ૨ મહારાષ્ટ્રના હોવાની વિગતો મળી હતી.

પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં ૨૩ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.

આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.

આપણ વાંચો તલોદ GIDC માં રબર ફેક્ટરીમાં ભીષણ આગ: લાખોનું નુકસાન, કોઈ જાનહાનિ નહીં…

જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન, અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button