સુરત

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમના ચાર દરવાજા ખોલાયા

સુરત: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીની વચ્ચે અનેક જળાશયોમાં જળસ્તરનો વધારો રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલ તાપી પર ઉકાઈ ડેમમાં 97,969 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકને લઈને ડેમના 4 દરવાજાઓને 4 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નદીમાં 40,288 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાં થઈ રહેલી પાણીની આવકને લઈને ડેમના ચાર દરવાજાને 4 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટની છે જ્યારે હાલ ડેમમાં 334.27 ફૂટની સપાટીએ પહોંચી છે. આથી ડેમમાં પાણી છોડીને 335 ફૂટનું સ્તર જાળવી રાખવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલ ઉકાઇ ડેમનું 335 ફૂટનું રૂલ લેવલ જાળવી રાખવામાં આવશે. ફ્લડ વિભાગ દ્વારા સુરતના દરિયા કિનારે મોટી ભરતી અને ઉકાઈમાં પાણીના આવકનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.

નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને લીધે નદીકાંઠાના વિસ્તારોના લોકોની સુરક્ષા વ્યવસ્થાને જાળવવા માટે સુરત જિલ્લાના તમામ તાલુકાના મામલતદારને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. Wa

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button