સુરતમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે તંત્રએ લાલ આંખ કરી | મુંબઈ સમાચાર

સુરતમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલો સામે તંત્રએ લાલ આંખ કરી

સુરતઃ શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી હોસ્પિટલો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા, અલથાણ અને ઉન પાટિયા નજીક અલગ-અલગ ચાર હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

મળતી વિગત પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામ નગર, બી-216, 177 પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શ્રી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવી હતી. પાંડેસરામાં આવેલી કવિતા પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલ પણ ફાયર વિભાગની ઝપેટમાં આવી હતી અને તેને સીલ કરવામાં આવી હતી.

આપણ વાંચો: ત્રણ વર્ષે માંડ કાર્યરત થયેલા ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહને ફાયર સેફ્ટીનાં અભાવે ફરી તાળા

અલથાણના વી.આઈ.પી. રોડ પર આવેલા કે.એસ.બી. ઓલમ્પિયા મોલના ચોથા માળે આવેલી એડવાન્સ ઓર્થોપેડીક ધ સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉધના-નવસારી મેઈન રોડ પર, ઉન પાટિયા નજીક આવેલા રોયલ સ્ક્વેરમાં આવેલી ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે હોસ્પિટલો આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તેમની સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button