ટોપ ન્યૂઝસુરત

સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો, બાળક સહીત ત્રણ લોકોના મોત…

સુરતઃ ગુજરાતભરમાં હોળી બાદ અચાનક તાપમાનમાં વધારો થતાં લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. સુરત શહેરમાં ગરમીમાં વધારો થવા સાથે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર એક બાળક સહીત ત્રણ લોકોના રોગચાળાથી મોત નિપજયા છે. શહેરમાં વધતા રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. ઓપીડીમાં દર્દીઓની સંખ્યા અને દર્દીઓના મોતના કેસ વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat માં અસામાજિક તત્વો બેફામ, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત

સુરત શહેરમાં અઠવા અને ભેસ્તાન વિસ્તારમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. અઠવા અને ભેસ્તાનમાં બે વૃદ્ધઓ રોગચાળામાં જીવ ગુમાવ્યો છે. જયારે ડિંડોલીમાં નવા ગામનું બાળક ઝાડા ઉલ્ટીમાં સપડાયું હતું. ઝાડા ઉલટીના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર થતા માતાપિતા તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તબિયત લથડતા મોત નીપજ્યું હતું. સુરતમાં છેલ્લા 24 કલાકની અંદર ત્રણ વર્ષના બાળક સહિત બે વૃદ્ધોના મોત થયા છે.

બેવડી ઋતુના કારણે રોગચાળો માથું ઉચકયું

સામાન્ય રીતે મે મહિનામા ગરમી જોવા મળતી હોય છે. પરંતુ માર્ચ મહિનાના આરંભમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પંહોચ્યો હતો. સુરતમાં કાળઝાળ ગરમી બાદ હાલમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ બેવડી ઋતુનો સામનો કરવો પડ્યો છે. બેવડી ઋતુના કારણે હાલમાં રોગચાળાએ માથું ઉચકયું છે.

બે દિવસ અગાઉ એક બાળકીનું મોત

બેવડી ઋતુની બાળકોને અને વૃદ્ધોને સૌથી વધુ અસર દેખાઈ રહી છે. બેવડી ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. સુરતમાં બે દિવસ અગાઉ જ એક બાળકીનું તાવ અને ઝાડા ઉલ્ટીના કારણે મોત નિપજયું હતું. ત્યારે રોગચારાએ માથું ઉચકાતા તંત્ર દોડતું થયું છે.

આ પણ વાંચો : અમદાવાદ બાદ સુરતમાં પણ અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું…

રોગચાળો વકરતા આરોગ્ય વિભાગનું સૂચન

રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને લોકોને નીચેની સૂચનાનું પાલન કરવા અપીલ કરી હતી.
ઘરમાં તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી મચ્છર જન્ય અને પાણીજન્ય રોગચાળો વધુના વકરે માટે ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો

ઘરની ટાંકીઓ અથવા અન્ય કોઈ સ્થાન પર લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને નિયમિત રીતે ખાલી કરી સ્વચ્છ કરો
મચ્છર ઘરમાં પ્રવેશ કરી ના શકે માટે ઘરના દરવાજા અને બારી પર જાળી લગાવો ઘરની આસપાસ દવાનો છંટકાવ કરો
લોકોએ અત્યારે તાવ, દુખાવો, ઉલ્ટી જેવી સમસ્યાને સામાન્ય ના લઈ ડોક્ટરની સલાહ લઈ સારવાર કરવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button