પર્યટકો સાવધાન! ઉકાઈ ડેમ સહિત તાપીના આ જળાશયો બન્યા નો-એન્ટ્રી ઝોન | મુંબઈ સમાચાર
સુરત

પર્યટકો સાવધાન! ઉકાઈ ડેમ સહિત તાપીના આ જળાશયો બન્યા નો-એન્ટ્રી ઝોન

વ્યારા: રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ દરમિયાન નદી, તળાવ તેમ જ જળાશયો સહિતના સ્થળો પર પર્યટકો ઉમટતા હોય છે અને આથી ઘણી વાર મજા માણવામાં પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે.

આથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં આવેલી નદી, તળાવ વગેરે જળાશયો પર કોઈ પણ વ્યક્તિ/પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

આપણ વાંચો: ગુજરાતમાં અત્યાર સુધી 47 ટકાથી વધુ વરસાદ, 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળ સંગ્રહ…

ક્યા સ્થળો પર પ્રતિબંધ?

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને જિલ્લામાં આવેલી નદી, તળાવ વગેરે જળાશયો પર કોઈ પણ વ્યક્તિ/પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

આવા સ્થળોએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે જાહેરનામાની અંદર વ્યારા ટાઉન વિસ્તારમાં આવેલ નગરપાલિકા હસ્તકનું તળાવ, ઉકાઇ ડાબા કાંઠા નહેર, છીંડીયા ગામે, ચાંચ ફળિયામાં ઝાંખરી નદીનો કિનારો, વેલ્દા બંઘાર ફળિયામાં વિશ્રામગૃહ પાસે અમૃત સરોવર, ઇન્દુ તથા રામકુવા, ચિખલી ગામે મીંઢોળા નદી તેમજ ચિખલી ડેમનો વિસ્તાર, વિરપુર તાડકુવા કાટગઢ ગામોમાં મીંઢોળા નદી કિનારાનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: સાબરકાંઠાના વડાલીમાં 100 ટકા વરસાદ: મોટાભાગના જળાશયો 50 ટકાથી વધુ ભરાયા…

ઉકાઇ ડેમનો પણ સમાવેશ

તે ઉપરાંત ઉકાઇ જળાશયનો વિસ્તાર, ઉકાઇ ડેમના જળાશય હેઠળનો સંપુર્ણ વિસ્તાર, ચુનાવાડી ખાપરી નદી નજીકનો વિસ્તાર, થુટી (ઇરીગેશન), ઉકાઇ જળાશયનો વિસ્તાર ઉચ્છલ તાલુકો, જામકી (મીનીગોવા), હરીપુર, વડદેખુર્દ (ઇરીગેશન), ઉકાઇ જળાશયનો વિસ્તાર, કણઝા, કાળાવ્યારા, બેડકુવાદુર ગામે તાપી નદીના કિનારાનો વિસ્તાર, પદમડુંગરી ઇકો ટૂરિઝમની બાજુમા આવેલ અંબિકા નદીના બ્રિજ પાસેનો વિસ્તાર, વાલોડ વાલ્મીકી નદીના પુલ પાસેનો વિસ્તાર,બાજીપુરા બજાર પાસે, મિંઢોળા નદીના નાના પુલ પાસેનો વિસ્તાર વાલોડ તાલુકો, ડોસવાડા ડેમસાઇટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

જિલ્લા કલેકટરના જાહેરનામાના પ્રતિબંધમાં માછીમારી સાથે સંકળાયેલા લોકોને બાકાત રાખવામાં આવ્યા છે તેમજ આ જાહેરનામાનો અમલ આગામી ૧૯ સપ્ટેમ્બર સુધી કરવાનો રહેશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button