‘હું અહીં રહેવાને લાયક નથી’ સુરતમાં સોફ્ટવેર એન્જિનિયરે અગમ્ય કારણોસર જીવનલીલા સંકેલી…

સુરતઃ ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહ્યો છે. સુરતમાં વેસુ વિસ્તારમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી વિગતો સુરતમાં ખાનગી કંપનીમાં કામ કરતા અક્ષત શાહ નામના વ્યક્તિએ 15મી એપ્રિલે એલિગન્ટ હોટલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. મૃતક અક્ષત શાહ થોડા કલાકો પહેલા જ હોટલમાં આવ્યો હતો અને પછી નીચે કૂદીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પહેલા છરીના ઘા માર્યા અને પછી બારીએથી કૂદી ગયો
આ મામલે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, મૃતક અક્ષતે આત્મહત્યા કરતા પહેલા 260 રૂપિયાનું છરી ખરીદી હતી. એટલું જ નહીં પરંતુ હોટલમાં જઈને પોતાના પર છરીથી અનેક ઘા પણ માર્યાં અને ત્યાર બાદ ચોથા માળે બારીએથી કૂદી પડ્યો હતો. મૃતકના શરીર પર છરીના ઘા હોવાથી તેની હત્યા ખી હોવાની આશંકા હતી, પરંતુ મૃતદેહનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને હોટલ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યાં તેમાં અક્ષતે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
મને માફ કરી દેજો, હું અહીં રહેવા માટે લાયક નથીઃ અક્ષતના છેલ્લા શબ્દો
નોંધનીય થે કે, અક્ષતે આત્મહત્યા કરતા પહેલા તેની કંપનીને એક ઇમેઇલ મોકલ્યો હતો અને તેની પત્નીનો નંબર આપ્યો હતો. તેની પાસેથી એક બેગ, ફોન, લેપટેપ અને એક ડાયરી પણ મળી આવી હતી. જેમાં એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ નોટમાં અક્ષતે લખ્યું હતું કે, મને માફ કરી દેજો, હું અહીં રહેવા માટે લાયક નથી. મને અહીં ગુંગળામણ થઈ રહી છે. મહત્વની વાત એ છે કે, મૃતકે કોઈના પર આરોપ લગાવ્યો નથી. આ કેસમાં વેસુ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને અક્ષતનો મોબાઇલ અને લેપટોપ FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આપણ વાંચો : મહિલાઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલઃ ચાલતી બસમાં તરુણી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ…