સુરતમાં ડબલ મર્ડરઃ લગ્ન કરવાની જીદમાં ત્રણ બાળકના પિતાએ સાળા-સાળીની હત્યા કરી નાખતા ચકચાર | મુંબઈ સમાચાર
સુરત

સુરતમાં ડબલ મર્ડરઃ લગ્ન કરવાની જીદમાં ત્રણ બાળકના પિતાએ સાળા-સાળીની હત્યા કરી નાખતા ચકચાર

સુરત: સ્માર્ટ સિટી સુરતમાં ડબલ મર્ડરનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં બનેવીએ જ સાળા, સાળી અને સાસુ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સાળા અને સાળીનું મોત નીપજ્યું હતું, જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ હત્યાને કારણે સામાજિક સંબંધો વધતી ક્રૂરતાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગોય છે.

મળતી વિગતો અનુસાર બનેવીએ રજૂ કરેલો લગ્નનો પ્રસ્તાવ સાળીએ નકાર્યો હતો અને તે જ આ હત્યા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું હતું. ઉધનાના ઓમ સાઈ જલારામનગરમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી સંદીપ ગૌડ તેની સાળી મમતા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો.

આપણ વાંચો: ડબલ મર્ડર: પ્રેમ સંબંધમાં ગુજરાતથી યુગલને યુપીમાં બોલાવી મોતને ઘાટ ઉતારાયું, જાણો વિગત

સંદીપ પહેલેથી જ ત્રણ સંતાનનો પિતા હોવા છતાં તે સાળી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. આ દરમિયાન સાળી મમતા અને સાળો અશોક અને તેમની માતા સુરતમાં ખરીદી કરવા આવ્યા હતા, ત્યારે સંદીપે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખ્યો હતો.

જોકે, મમતાએ લગ્નના પ્રસ્તાવને નકારી દીધો હતો અને તેના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ખૂબ જ ઉગ્ર બની ગઈ હતી અને સંદીપે ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

આપણ વાંચો: ભિવંડીમાં ડબલ મર્ડર કેસ: પકડાયેલા સાત આરોપીઓ સામે એમસીઓસીએ લગાવાયો

આરોપીએ સાળા સંદીપ ગોડ અને મમતા પર પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. તેમના સાસુને પણ ઇજાઓ પહોંચી હતી. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ભાઈ-બહેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી અને પીઆઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હત્યાને અંજામ આપીને આરોપી સંદીપ ગોડ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઉધના પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button