સુરત

ડોક્ટરનો દર્દનાક અંત: સુરતમાં લગ્નના બે વર્ષ બાદ પત્ની સાસરે ન આવતા હતાશ ડોક્ટરે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈટ નોટમાં કર્યો આ ઉલ્લેખ

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શહેરની એક જાણીતી હોસ્પિટલના ડોક્ટરે ખુદ ઇન્જેક્શન મારી આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, ગોડાદરા ખાતે સેન્ટરમાં આવેલી હોટલ નેસ્ટના એક રૂમમાંથી હોમીયોપેથીક યુવાન ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઈન્જેકશન લઈને જીવન ટૂંકાવી લીધું હતું. પત્નીને સબોંધીને એક સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી.

લગ્નને માત્ર બે જ વર્ષ થયા હતા

જોકે તબીબે ગૃહ કલેશને કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. સ્યુસાઈડ નોટમાં પત્નીનું નામ લખ્યું છે અને એક સ્ત્રીનું ચિત્ર દોર્યું છે તેમજ બીજા પાના પર મારો ન્યાય એમ લખ્યું છે. લગ્નને માત્ર બે જ વર્ષ થયા હતા અને પત્ની ઘરે આવતી નહોતી જેથી ડીપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હતો.

ડોક્ટર મૂળ હતા અમરેલી જિલ્લાના વતની

મળતી વિગત પ્રમાણે, ડીંડોલીના દેલાડવા ગામમાં આવેલી ખોડિયાર રેસીડેન્સીમાં રહેતા 33 વર્ષીય ભાવેશ રાહુલ કવાડ મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વતની હતી. તેઓ કતારગામની કિરણ હોસ્પિટલમાં હોમીયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા.

તેમણે ડીંડોલી ખાતેના માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી એક હોટલમાં રૂમ રાખ્યો હતો. જ્યાં એનેસ્થેસીયાનું ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી. ઘણો સમય વીતવા છતાં જવા છતાં પણ રૂમ નહિ ખોલતા મેનેજરએ બીજી ચાવીથી દરવાજો ખોલ્યો હતો. જેમાં ડોક્ટર મૃત હાલતમાં જોવા મળતાં મેનેજરે ડીંડોલી પોલીસને જાણ કરી હતી.

શું લખ્યું છે સ્યુસાઈડ નોટમાં

ડોક્ટર ભાવેશના ખીસામાંથી પોલીસને એક સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી. જેમાં પત્નીનું નામ લખ્યું હતું અને બાજુમાં એક સ્ત્રીનું ચિત્ર દોર્યું હતું. અને બીજા પાના પર માત્ર એક જ વાક્ય મારો ન્યાય એવું લખાણ લખ્યું હતું. જે પોલીસે કબજે કરી હતી. ડોક્ટરના લગ્ન બે વર્ષ અગાઉ જ થયા હતા અને ત્યારથી પત્ની ઘરે આવતી નહોતી અને તે બાબતે ઘણીવાર ડોકટરે પત્નીને પોતાના ઘરે લાવવાના પ્રયત્નો કર્યા હતા. તેના ડીપ્રેશનને કારણે જ ડોક્ટર ભાવેશે આત્મહત્યા કરી લીધી હોવાની દિશામાં તપાસ પોલીસે શરુ કરી હતી.

પોલીસ તેની પત્નીનું પણ નિવેદન નોંધશે. ડોક્ટરની પત્ની અમદાવાદની ખાનગી કંપનીમા એકાઉન્ટ તરીકે નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. ડોક્ટરે ઘર કંકાસના કારણે આત્મહત્યા કરી હોવાની શક્યતાના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button