દિવાળી પર સુરતથી સૌરાષ્ટ્ર જતાં મુસાફરો માટે 1,600 એકસ્ટ્રા બસ દોડાવાશે | મુંબઈ સમાચાર
સુરત

દિવાળી પર સુરતથી સૌરાષ્ટ્ર જતાં મુસાફરો માટે 1,600 એકસ્ટ્રા બસ દોડાવાશે

સુરત: ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્વ રહેલું છે, આ સમયે વતન જવા માટે મુસાફરોનો ખૂબ જ ધસારો રહેતો હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે તહેવારો પર ગુજરાત એસટી નિગમ દ્વારા 2600 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા તેના 16 ડિવિઝનમાંથી એકસ્ટ્રા બસ દોડાવાશે. જો કે સૌથી વધુ 1600 એકસ્ટ્રા બસ સુરત ખાતેથી સૌરાષ્ટ્ર માટે દોડાવવામાં આવશે.

મળતી વિગતો અનુસાર દિવાળીના તહેવારને લઈને ગુજરાત એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સૌથી વધુ સુરત ખાતેથી સૌરાષ્ટ્ર માટે 1600 બસો દોડાવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે એસ. ટી. નિગમે દિવાળી પર 2300 જેટલી એકસ્ટ્રા બસ દોડાવી હતી અને, જેનો અંદાજે 4 લાખ જેટલા મુસાફરોએએ લાભ લીધો હતો.

આ પણ વાંચો : નવરાત્રી મેળામાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા: ST નિગમ ચલાવશે ૧૨૦ એક્સ્ટ્રા બસો.

દિવાળીના પર્વ પર વતન જતાં મુસાફરો માટે એસટી નિગમની એકસ્ટ્રા બસની સુવિધા ફાયદાકારક સાબિત થવાની છે. એસ. ટી. નિગમ દ્વારા આ વર્ષે દિવાળીના તહેવાર પર વતનમાં જવા માટે 16થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી 2600 એકસ્ટ્રા બસ દોડાવશે.

તે ઉપરાંત રાજ્યના જુદા જુદા શહેરોમાંથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ 1600 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. એકસ્ટ્રા બસનું સંચાલન સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 10.00 કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમ જ ગૃપ બુકિંગ પણ કરાવી શકશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button