સુરતમાં હીરાની કંપનીમાં કટરથી તિજોરી કાપી ૨૦ કરોડથી વધુના હીરા-રોકડની ચોરી, CCTV-DVR પણ લઈ ગયા | મુંબઈ સમાચાર
સુરત

સુરતમાં હીરાની કંપનીમાં કટરથી તિજોરી કાપી ૨૦ કરોડથી વધુના હીરા-રોકડની ચોરી, CCTV-DVR પણ લઈ ગયા

સુરત: ડાયમંડ સીટી સુરતમાં જન્માષ્ટમીની રજાનો લાભ ઉઠાવી તસ્કરોએ દિલધડક ચોરીને અંજામ આપ્યો હતો. સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપી ૨૦ કરોડથી વધુના ડાયમંડ અને રોકડની ચોરી કરવામાં આવી હતી. જન્માષ્ટમી રજાનો લાભ લઇ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. હાલ આ મામલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર સુરતમાં છેલ્લા ત્રણેક દિવસની જન્માષ્ટમીની રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો હતો. સુરતના કાપોદ્રામાં આવેલી ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ ત્રાટકીને ૨૦ કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કંપનીની ઓફિસની તિજોરીને કટરથી કાપી હતી અને 20 કરોડથી વધુના હીરા, રોકડની ચોરી કરી હતી. જો કે તેની સાથે જ તસ્કરો કંપનીની ઓફીસના સીસીટીવી-ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા હતા.

ચોરીની ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ તેમજ સુરત શહેર ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત પોલીસના DCP, ACP, શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં થયલી ચોરીની ઘટનાથી ઉદ્યોગપતિઓ, કારખાનાદારો તેમજ સ્થાનીકોમાં ભયનો માહોલ છે.

આપણ વાંચો:  અમદાવાદમાં પોલીસ બેડામાં ફેરફાર: 31 PIની બદલી, કયા પોલીસ સ્ટેશનના PI બદલાયા?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button