સુરત

મુંબઈ અને ગોવા બીચ જેવી મજા હવે સુરતમાં મળશે, ડુમસ બીચ ફેઝ-1ની કામગીરી પુરજોશમાં

સુરતઃ શહેરીજનો માટે નવી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરના લોકોને હવે બીચની મજા માનવા મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. કારણ કે સુરત શહેરના ડુમસ સી ફેસના ડેવલપમેન્ટ માટે સુરત મનપા દેવારા ઝોન 1 અને 2 માટે અંદાજે રૂ. 257.66 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં સાઇકલ ટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી, કિડ્સ પ્લે એરિયા, અર્બન બીચ, વોલીબોલ બાસ્કેટબોલ સહિતની તમામ સુવિધા લોકોને મળી રહેશે.

ઇન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ:
સુરત શહેરને ઇન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ મળે તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર અને સુરત મનપા કરવામાં આવી રહ્યા છે. મુંબઈ જુહુ બીચ મરીન ડ્રાઈવ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સુરતમાં પણ ડુમસ બીચ છે પરંતુ અહીં કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી અહીં આવનાર લોકોની સંખ્યા પણ સારી હોય છે પરંતુ લોકોને કંઈક સુવિધા મળતી નથી. પરંતુ હવે સુરત શહેર અને બહારથી આવતા લોકોને મુંબઈ અને કેરલના બીચ જેવો અનુભવો થાય આ માટે ખાસ ડુમ્મસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેવલપમેન્ટ માટે ફોકસ કરી રહી છે.

ઝોન-1 અર્બન ઝોનમાં પેકેજ-1 અને પેકેજ-2 મળી કુલ 22.86 હેક્ટર અનામત ખંડ નં.આર-64 પૈકી અને બિનનંબરી જમીન ખાતે પ્રોજેક્ટ ડેવલપ કરવા મંજૂરી હતી. જેમાં પણ પ્રાથમિક તબક્કામાં પેકેજ-1 એટલે કે 12.32 હેક્ટરમાં પ્રોજેક્ટ ડેવલપ કરાશે.

આ પણ વાંચો : સાગરકાંઠાની પ્રજાના જીવન, સંસ્કૃતિ અને મુશ્કેલીઓને જાણવા-સમજવા ‘સાગરખેડૂ સાયકલ રેલી’ યોજાશે

પહેલા તબક્કા ઝોન-1માં 186 કરોડ પ્રોજેક્ટ કોસ્ટ સાથે આ કામગીરી ચાલુ કરવામાં આવી છે. તેનું સતત મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી ઝડપથી ડુમ્મસ બીચનું કામ પૂરું કરવામાં આવે. બે વર્ષમાં ઝોન એકની કામગીરી પૂર્ણ થઈ જશે

ચાર ઝોનમાં પ્રોજેક્ટની વહેંચણી:
સુરત શહેરમાં ડુમ્મસ સી ફેસના ડેવલોપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કુલ ચાર ઝોનમાં ઝોન-1 – અર્બન ઝોન, ઝોન-2 – પબ્લિક સ્પેસ-ઈકો ઝોન, ઝોન-3 – ફોરેસ્ટ-ઇકો ટૂરિઝમ અને વેલનેસ ફેસિલિટી, ઝોન-4 – ડુમસ પોર્ટ અને જેટીનો પુનર્વિકાસ તથા યાટ ઝોન.

ટૂરિઝમ પાર્ક તબક્કાવાર ડેવલપ કરાશે:
આ અંગે પાલિકા કમિશનરે જણાવ્યું હતુ કે, ખાસ કરીને ડુમ્મસ સી ફેસ નો પ્રોજેક્ટ ચાર ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે તબક્કાવાર આ પ્રોજેક્ટનો વિકાસ કરવામાં આવશે. સી-ફેસ પ્રોજેક્ટ 78.99 હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની 23.07 હેક્ટર મળી કુલ 102.06 હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની 45.93 હેક્ટર સરકાર હસ્તકની બિનનંબરી જમીન છે.

મરીન બાયો લાઈફ, એક્વેટિક સ્પેસિસ સહિતનાં ડિસ્પ્લે મૂકાશે:
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક ઇન્ટરનેશનલ કક્ષાનો બીચ ડેવલપ થાય એ માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મરીન થીમ પર ડુમસ બીચને ડેવલપ કરવામાં આવશે. મરીન બાયો લાઈફ, એક્વેટિક સિપિસ, વાઇલ્ડલાઇફ તમામનાં ડિસ્પ્લે મૂકવામાં આવશે. વર્લ્ડ ક્લાસ બીચ, જ્યાં લોકોને વોક વે, સાઈકલ ટ્રેક, ક્રિએશન એક્ટિવિટી માટેની સુવિધા મળી રહેશે, સાથે સાથે બીચ ઇવેન્ટ કરવા માટે, જેમાં સ્પોર્ટ્સ, જુદા જુદા પ્રકારના ફેસ્ટિવલ્સ, બીચ થીમ અને મરીન થીમ પર ત્યાં જગ્યા ડેવલપ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button