સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા વિવાદ | મુંબઈ સમાચાર
સુરત

સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા વિવાદ

સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી હતી. દુષ્કર્મ કેસનો આરોપી આસારામનો ફોટ મૂકીને ગેટ પાસે પૂજા કરવામાં આવી હતી. તેમજ આરતી પણ ઉતારવામાં આવી હતી. તેમાં પીડિયાટ્રિક વિભાગનો સ્ટાફ પણ જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.

મળતી વિગત પ્રમાણે, નવી સિવિલ હોસ્પિટલમાં નવરાત્રીના પ્રથમ દિવસે આસારામના ભક્તોએ બિલ્ડીંગના ગેટ પર ફોટો મૂકી પૂજા-આરતીનું આયોજન કર્યું હતું. આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે આસારામને 2018માં કોર્ટે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા આપી હતી. ત્યારબાદ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારી હતી.

આસારામના હંગામી જામીન પર 3 સપ્ટેમ્બરે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે જોધપુર હાઇકોર્ટે મેરિટ પર આસારામના હંગામી જામીન લંબાવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, આસારામના હંગામી જામીન પર 3 સપ્ટેમ્બરે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈ કોર્ટે કહ્યું હતું કે જોધપુર હાઇ કોર્ટે મેરિટ પર આસારામના હંગામી જામીન લંબાવ્યા નથી.

કોણ છે આસારામ

આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખ આપનાર આસારામ પાકિસ્તાનમાં જન્મેલો છે. સિંધી પરિવારમાં જન્મેલા આસુમલ હરપલાની સમયાંતરે આસારામ બાપુ બન્યો. દેશમાં વિભાજન બાદ આસારામનું પરિવાર ભારત આવી વસ્યું હતું. આસારામનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદના મણિનગર સ્થિત જય હિન્દ હાઇસ્કૂલ ખાતે થયું હતું. બાળપણમાં તીવ્ર યાદશકિત થકી અભ્યાસ, ગીતો, કાવ્યો અને વિગતો સત્વરે યાદ રહેતી. ઉંમર વધતા આસારામ નામ ધારણ કરી આરંભમાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ આરંભી. પોતાને ધર્મ અને સંસ્કૃતિના ગુરુ બતાવી 1972માં અમદાવાદના મોટેરા ખાતે પહેલા નાની કુટીર બનાવી હતી. ત્યાર બાદ ધીરે ધીરે ભક્તો વધતા એ જ સ્થળે પોતાનો આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી તેણે આસારામ બાપુ તરીકેની નામના મેળવી હતી.

પોતાના આરંભના દિવસોમાં આસારામ દ્વારા દૂરના ગ્રામ્ય વિસ્તારમાં વંચિત, શોષિત પ્રજા સાથે ધાર્મિક પ્રવચન, ભજન અને આયુર્વેદિક દવાના ઉપચાર થકી પોતાનો ભક્તિનો વ્યાપ વધાર્યો. આશ્રમમાં અને આસારામના જાહેર કાર્યક્રમોમાં આવતા ભક્તોને વિના મૂલ્યે ભોજન અને અન્ય જરૂરિયાત પૂરી પડાતી. એક રિપોર્ટ પ્રમાણે, 1972 થી આજ સુધી આસારામના 400 થી પણ વધુ આશ્રમ દેશ – વિદેશમાં છે. એવું મનાય છે કે, આસારામ અને તેનો દીકરો નારાયણ સાંઈ હસ્તક આશરે 10 હજાર કરોડની કિંમતની મિલકત છે અને સતત વિવાદો વચ્ચે પણ આસારામના ત્રણ કરોડ જેટલા અનુયાયીઓ હશે.

આપણ વાંચો:  પદ્મિનીબા વાળાના પુત્રએ કર્યા સિનસપાટા, ગરબામાં રિવોલ્વર જેવું હથિયાર ટાંગીને કરી એન્ટ્રી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button