સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સામે પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો…

સુરતઃ શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં તેમની સામે પઠાણી ઉઘરાણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે આપના પ્રદેશ સંગઠન મંત્રીએ કહ્યું, ફરિયાદ કરનાર વ્યક્તિએ અગાઉ તેમની પાસેથી ઉછીના પૈસા અને વસ્તુ લીધી હતી, જે પરત ન આપવા પડે તે માટે આ કાવતરું રચવામાં આવ્યું હતું.
શું છે મામલો
શહેરમાં આપના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ એક વ્યક્તિએ પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનો આરોપ લગા્યો હતો. જેનો ઓડિયો પણ વાયરલ થયો છે. ફરિયાદી નિલેશ વિપુલભાઈ પાનસુરીયાએ તેમની સામે પઠાણી ઉઘરાણી, ભયંકર ગાળો બોલવી, અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી. રામ ધડુક પાસે 10 હજાર રૂપિયા લાઈટના માંગવા બાબતે ફરિયાદી અને રામ ધડુક વચ્ચે રકઝક ચાલી રહી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, પૈસાની લેતી-દેતી બાબતેની રકઝક બાદ રામ ધડુકે તેમની પાસે પઠાણી ઉઘરાણી કરીને અપશબ્દો કહ્યા હતા અને ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો ઓડિયો પણ વાયરલ થયો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે આ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.



