સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CIFS જવાને આપઘાત કર્યો, કારણ અકબંધ

સુરત : ગુજરાતના સુરત(Surat)ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઇએસએફ જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારીને આત્મ હત્યા કરી લીધી છે. જેના પલગે સમગ્ર એરપોર્ટ પર ચકચાર મચી જવા પામી હતી.
સારવાર મળે તે પૂર્વે જ સીઆઈએસએફ જવાને દમ તોડી દીધો આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરજ બજાવતા કિશનસિંહ નામના સીઆઈએસએફના જવાન દિવસ દરમ્યાન પોતાની ફરજ પર હાજર હતો. જોકે તે દરમ્યાન તેણે બાથરૂમમાં જઇને પોતાના પેટના ભાગે ગોળી મારી દીધી હતી. જોકે, ગોળી વાગવાના અવાજથી એરપોર્ટ સ્ટાફમાં દોડભાગ મચી હતી. તેમજ જાણ થતાં જ ઘાયલ સીઆઇએસએફ જવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે, પેટના ભાગે ગોળી વાગવાથી મોટી માત્રામાં લોહી વહી ગયું હતું. જેના પગલે સારવાર મળે તે પૂર્વે જ સીઆઈએસએફ જવાને દમ તોડી દીધો હતો.
Also read: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી જમીનના સંપાદનને સરકારની મંજૂરી
આત્મ હત્યા પાછળનું કારણ અકબંધ જોકે, ઘટના બાદ સમગ્ર એરપોર્ટ પણ સ્ટાફના અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, સીઆઇએસએફ જવાનની અચાનક આત્મ હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથીરિટી અને સીઆઇએસએફના કર્મચારીઓએ પણ તપાસ શરૂ કરી છે. આ ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે તેની પણ સીઆઇએસએફ દ્વારા તપાસ કરવામાં આવશે.