સુરત

સુરતમાં પાલિકાની બેદરકારીએ માસૂમનો લીધો ભોગ, 24 કલાકને અંતે મૃત અવસ્થામાં બાળક મળ્યું

સુરત: ગઇકાલે સુરતના નવા કતારગામ વિસ્તારમાં 3 ફૂટની ઉંડી ખુલ્લી ગટરમાં બે વર્ષનું બાળક પડી ગયું હતું. જો કે બાદમાં તંત્ર દ્વારા NDRFની ટીમની મદદ લઈને બાળકની શોધખોળ આદરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો છે પણ બાળકને વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં તંત્રની બેદરકારીએ માસુમનો ભોગ લીધો! 2 વર્ષનું બાળક ગટરના ખુલ્લા મેનહોલમાં પડી ગયું

24 કલાકની મહેનત બાદ મૃત હાલતમાં મળ્યું બાળક

પ્રાપ્ત વિગતો અનુસાર નવા કતારગામ વિસ્તારમાં ગઇકાલે સાંજે એક 2 વર્ષનું બાળક ૩ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હોવાના અહેવાલો હતા. કેદાર નામના બાળકની શોધખોળ માટે વડોદરાથી NDRFની ટીમની મદદ લેવામાં આવી હતી. જો કે તંત્રની કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો હતો. 24 કલાકની મહેનત બાદ મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. હાલ બાળકના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આઇસ્ક્રીમ માટે દોડ્યું હતું બાળક

ઘટનાની મળી રહેલી વિગતો અનુસાર ગઈકાલે સાંજે સુરતના નવા કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક ૩ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. પરિવારના સભ્યોએ બાળકની શોધખોળ કરી હતી પણ અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. શહેરના સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઇ વેગડ તેના માતા સાથે બહાર ગયો હતો. આ દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે માતાનો હાથ છોડાવીને બાલ દોડ્યું હતું તે દરમિયાન જ રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં બાળક પડી ગયું હતું.

સુરત મનપાની ગંભીર બેદરકારી

ગઇકાલ સાંજથી જ સુરત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને બચાવવ માટેની કામગીરીમાં લાગ્યા હતા. જો કે ગટરની અંદર પાણીના ભારે પ્રવાહને કારણે બાળક તણાઇને ઘણું આગળ પહોંચી ગયું હતું. ગટરના ખુલ્લા ઢાંકણાને સર્જાયેલી દુર્ઘટનાના વિરોધમાં વિરોધ પક્ષ સહિત મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન સાથે સુરત મનપાની આવી ગંભીર બેદરકારીના લીધે એક કુમળા બાળક સાથે સર્જાયેલી દુર્ઘટનાને કારણે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button