સુરત

સુરતમાં પણ ચંડોળા તળાવ જેવી કાર્યવાહીઃ બાંગ્લાદેશીઓને તગેડશે સરકાર

સુરતઃ પહેલાગામ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશ અને પાકિસ્તાની નાગરિકો પર સરકાર તૂટી પડી છે. સુરત, અમદાવાદ, વડોદરામાં ખાસ ઑપરેશન હાથ ધરી રહી છે. તાજેતરમાં જ અમદાવાદના ચંડોળા તળાવ આસપાસની ખૂબ મોટી જગ્યા ખાલી કરવામાં આવી હતી, જે બાંગ્લાદેશી વસાહતો માટે કુખ્યાત હતી. ત્યારે હવે આવી જ રીતે સુરતમાં પણ સરકાર ઘુસણખોરો સામે સખત કાર્યવાહી કરશે. આ મામલે રવિવારે મંત્રીમંડળે મહત્વી બેઠક લીધી હતી. જેમાં ઘુસણખોરોને આશરો આપનાર સામે પણ સખત કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો પહલગામ આતંકી હુમલો કોણે કરાવ્યો ? એનઆઈએની તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ ખૂલ્યું

આ મામલે ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કેન્દ્રની કેબિનેટ કમિટીની બેઠકમાં અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં રાજ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી. અમે ગુજરાતમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને ઘુસણખોરોને પકડી પાડવાનો નિર્ણય લીધો હતો. ચાર મહિના પહેલા અમે 72 બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડ્યા હતા અને તેમાંથી 48ને કાઢી મૂક્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button