સુરત

સુરતમાં સીસીટીવી હેક કરીને 35 વર્ષની યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાયા

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સીસીટીવી હેક કરીને 35 વર્ષની યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. આ ફોટા-વીડિયો ફરતા ફરતા યુવતી અને તેના પરિવારજનો સુધી પહોંચતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

શું છે મામલો

સોશિયલ મીડિયાના સદઉપયોગને બદલે ઘણા સમયથી તેનો દુરઉપયોગ થઈ રહ્યો છે અને તેને કારણે લોકોની અંગત જિંદગી પર પણ તેની માઠી અસર થઈ રહી છે. આવો જ એક કિસ્સો વેસુ વિસ્તારમાં બન્યો છે.જેમાં ઘરની અંદર એક મહિલા કપડાં બદલી રહી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે મહિલાના પતિએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વેસુ વિસ્તારના એક ફલેટમાં રહેતા પરિવાર ને સમાજમાં મોઢું છુપાવવું પડે તેવી હાલત થઈ હતી.

મહિલા પોતાના ફ્લેટના બેડરૂમમાં કપડા બદલતી હતી તે સમયના સીસીટીવી કોઈએ હેક કરી લીધા હતા. જે બાદ તેમાંથી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. વીડિયો વાયરલ થતા ફરતો ફરતો મહિલાના પતિ પાસે પહોંચ્યો હતો.

પોતાની જ પત્નીનો કપડા બદલતો વીડિયો જોઈને પતિના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. પતિએ ઘરમાં આવીને પોતાની પત્ની સાથે વાતચીત કર્યા બાદ આ વીડિયો વાયરલ કરનારા સામે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સુરત સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજકોટની એક હોસ્પિટલના હેક થયેલા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જે બાદ દેશભરમાં સીસીટીવી ફૂટેજને લઈ ચર્ચા શરૂ થઈ હતી. રાજકોટની ઘટના બાદ ગુજરાતના ઘણા શહેરોમાં સીસીટીવી હેક થવાનું જોખમ છે. IoT ઉપકરણો પરના યુએસ-સ્થિત સાયબર-સિક્યોરિટી નિષ્ણાતના અહેવાલ મુજબ, 777 IP-આધારિત કેમેરા સંવેદનશીલ (vulnerable) જણાયા હતા.

આ કેમેરામાં નબળા સ્પોટ્સ (weak spots) મળી આવ્યા હતા જેનાથી હેકર્સ આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરના માત્ર 80 ખાનગી ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) આધારિત CCTV કેમેરા ડેશબોર્ડ્સમાંથી 50,000 ખાનગી ક્લિપ્સ ચોરી શક્યા હતા. આ વીડિયો ક્લિપ્સ બાદમાં ટેલિગ્રામ ગ્રુપ અને પોર્ન નેટવર્ક્સ પર વેચવામાં આવી હતી.

ગુજરાતમાં ઇન્ટરનેટ પર દેખાતા 777 સંવેદનશીલ IP કેમેરામાંથી, સૌથી વધુ જોખમ અમદાવાદમાં નોંધાયું હતું. શહેરમાં 399 IP કેમેરા જોખમમાં છે, ત્યારબાદ સુરતમાં 166, વડોદરામાં 87, રાજકોટમાં 33, ભાવનગરમાં 24, અને ગાંધીનગરમાં 20નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…ગુજરાતના 777 સહિત દેશના 21 હજાર સીસીટીવી કેમેરા પર હેકિંગનું જોખમ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button