સુરત

સુરતમાં વોન્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને કારથી ઉડાવ્યો, પોલીસ સ્ટેશનમાં પણ કરી ધમાલ અને…

સુરત: સુરતમાં અઠવાગેટ તરફથી કારમાં આવતા વોન્ટેડ બૂટલેગરે એક પોલીસકર્મીને ગાડીથી ઉડાવતા તેમને ઇજાઓ થઈ હતી. સુરતની અઠવા લાઈન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હતી. હેડ કોન્સ્ટેબલને ઉડાવીને નાસી રહેલા બુટલેગરનો પોલીસે પીછો કર્યો ત્યારે બૂટલેગરની કાર બંધ પડી જતા તે પોલીસને હાથ લાગ્યો હતો.

પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતની અઠવા લાઈન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી. તે દરમિયાન શહેરના અઠવાગેટ તરફથી કારમાં આવી રહેલા નાનપુરાના વોન્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજાઓ પહોંચી હતી. જો કે બૂટલેગરથી પહેલા રાઉન્ડમાં હેડ કોન્સ્ટેબલને ટક્કર મારવામાં સફળ ન થતા તે યુ-ટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો હતો.

અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ
ઇજાગ્રસ્ત પોલીસકર્મી કારાભાઈ જાદવભાઈ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ ફરજ બજાવે છે. તેઓ ગતરાત્રિએ પેટ્રોલિંગ બાદ ટીમલિયાવાડ ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ કરતા હતા. તે સમયે અઠવાગેટ તરફથી આવતી કારને રોકવા માટે ઈશારો કર્યો હતો. જો કે તેમ છતાં કારચાલકે કારને પુરપાટ સ્પીડમાં ભગાવી અને ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલને જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા.

આ પણ વાંચો : સુરતઃ પોલીસ ભરતીમાં દોડતા દોડતા યુવક ઢળી પડ્યો

આરોપી લિસ્ટેડ બૂટલેગર
હેડ કોન્સ્ટેબલને જોરદાર ટક્કર મારી આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પોલીસે પણ તેની પાછળ જઈ તેને પકડી લીધો હતો. આરોપીને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પોલીસ સાથે ગેરવ્યવહાર કર્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપી બૂટલેગરની ધરપકડ કરીને કાર કબજે કરી લેવામાં આવી છે. ચિત્રાર્થ ઉર્ફે ચિન્ટુ રાંદેરી લિસ્ટેડ બૂટલેગર છે, જેની વિરુદ્ધ અઠવા, અડાજણ સહિત 3 પોલીસ મથકે ગુના નોંધાયેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button