સુરતમાં ભાજપના મહિલા નેતાનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ, ફોનમાં મળેલી વસ્તુથી મચી ગયો હડકંપ

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ડિસેમ્બર 2024માં અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 34 વર્ષીય દીપિકા પટેલે આપઘાત કરતાં પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ભાજપના મહિલા નેતાએ આપઘાત કર્યો હોવાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ આ ઘટનાને આત્મહત્યા નહીં હત્યા ગણાવી હતી. પરિવારજનોએ કહ્યું કે, દીપિકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહોતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ઘરે નહોતા. રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખ્સ હાજર હતો.
મોબાઇલ ફોનમાંથી શું મળ્યું
પોલીસ દ્વારા દીપિકાનો મોબાઇલ ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં તેના નગર સેવક ચિરાગ સાથે હજારો ફોટા મળી આવ્યા હતા. ચિરાગનું દિપીકા સાથે નામ જોડાયું હતું અને મૃતકના ફોનમાંથી બંનેના મોટી સંખ્યામાં ફોટા મળી આવતાં નવો વળાંક આવી શકે છે.
આ પણ વાંચો…વડોદરાના આ હતભાગી પરિવારોને હજુ ન્યાય મળ્યો નથીઃ એક વર્ષે યાદ આવી તે ગોઝારી ઘટના
ચિરાગ દીપિકાને તેની બહેન જ ગણાવતો હતો
ઘટના બની તે બાદ ચિરાગના ફોનની સાથે મૃતક દીપિકાનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જે રિપોર્ટ આવી જતાં પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. પોલીસે હવે બંને વચ્ચે શું સંબંધ હતો તેની તપાસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બની ત્યારથી ચિરાગ દીપિકાને તેની બહેન જ ગણાવતો હતો.