સુરત સાયબર ફ્રોડમાં મોટો ખુલાસોઃ મુખ્ય આરોપીઓ બેંકના પૂર્વ કર્મચારી, થાઈલેન્ડની મહિલાનું નામ ખૂલ્યું

સુરતઃ શહેરમાં સાયબર ફ્રોડ કેસમાં થાઇલેન્ડની મહિલાનું નામ સામે આવ્યું છે. થાઈલેન્ડની ફીફા નામની યુવતીનું કનેકશન સામે આવતા ચકરચકતાર મચી ગઈ હતી. સુરતથી આરોપીઓ બેંક ખાતાની વિગતો વોટ્સએપ મારફત ‘ફીફાટ’ નામની થાઈલેન્ડની મહિલાને મોકલતા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે હવે આ ‘ફીફા’ને લઈ વધુ તપાસ શરૂ કરી હતૂ. બેંક ખાતા ભાડે આપવાના સ્કેમમાં ઝડપાયેલા 8 આરોપીઓ અને બેંક ખાતાની તપાસમાં સાયબર ફ્રોડના 19 કરોડના ટ્રાન્જેકશન થયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ એક કરોડના ટ્રાન્જેકશન પર 40 હજાર જેટલું તોતિંગ કમિશનર મેળવતા હોવાનો ખુલાસો થયો હતો.
સીએની ભૂમિકાની પણ તપાસ
સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે આરોપીઓએ કરન્ટ બેંક એકાઉન્ટ ખોલવા માટે 40 જેટલી બોગસ કંપનીઓ કાગળ પર ખોલી હોવાનું સામે આવ્યું હતું .આ રીતે એકાઉન્ટ ખોલવા માટે સીએની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે આરોપીઓએ કરન્ટ બેંક એકાઉન્ટ ખોલવા માટે 40 જેટલી બોગસ કંપનીઓ કાગળ પર ખોલી હોવાનું સામે આવ્યું છે.આ રીતે એકાઉન્ટ ખોલવા માટે સીએની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સુરતના સરથાણામાંથી પકડાયેલા સાયબર ક્રાઇમના બે મુખ્ય આરોપીઓ જીગ્નેશ અને જિતેન્દ્રએ બેંકમાં નોકરી છોડ્યા બાદ ગેરકાયદેસર કૌભાંડ શરૂ કર્યું હતું. આ બંને અગાઉ IDFC બેંકમાં સેલ્સ વિભાગમાં કામ કરતા હતા, જ્યાં તેમને બેંક ખાતા ખોલવાનો સારો અનુભવ હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નોકરી છૂટ્યા પછી આ બંનેએ સાયબર ગુનેગારો માટે કમિશન લઈને બેંક ખાતા ભાડે આપવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું.
તેઓ સામાન્ય લોકોને મોટા કમિશનની ખોટી લાલચ આપીને તેમના નામે બેંક ખાતાઓ ખોલાવતા.એકવાર ખાતું ખૂલી જાય પછી, તેઓ તે વ્યક્તિ પાસેથી બેંકની કીટ (ચેકબુક, પાસબુક, એટીએમ વગેરે) મેળવી લેતા હતા.આ ખાતાઓનો ઉપયોગ પછી સાયબર ફ્રોડ કરવા માટે થતો હતો.
આરોપીઓ આ ખાતાઓની તમામ ગુપ્ત વિગતો વોટ્સએપ દ્વારા થાઇલેન્ડના નંબર પર મોકલતા હતા. આ વિગતો એક રહસ્યમય મહિલાને મોકલાતી હતી, જેનું નામ ‘ફિફા’ છે.
જીગ્નેશ આ વિગતો મોકલવા માટે ‘ચાર્લી’ નામના અન્ય એક વ્યક્તિનો ઉપયોગ કરતો હતો, જે પણ થાઇલેન્ડના વર્ચ્યુઅલ નંબરથી જીગ્નેશના સંપર્કમાં રહેતો હતો. આ સમગ્ર નેટવર્કમાં યુકે અને થાઇલેન્ડના નામે વર્ચ્યુઅલ (નકલી) નંબરનો ઉપયોગ થતો હતો. પોલીસે હવે આ રહસ્યમય મહિલા ‘ફિફા’ની ઓળખ કરવા અને તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
આપણ વાંચો: મોબાઈલ ચોરી અટકાવવામાં ગુજરાત અગ્રેસર: 268 દિવસમાં 32,105 ફોન માલિકોને પરત કરાયા