સુરતની મહિલા સાથે બસમાં દુષ્કર્મ: ભૂવાએની વિધિના નામે વાસના સંતોષી | મુંબઈ સમાચાર

સુરતની મહિલા સાથે બસમાં દુષ્કર્મ: ભૂવાએની વિધિના નામે વાસના સંતોષી

સુરતઃ સુરતમાં ભૂવાએ દુષ્કર્મ આચર્યાંની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આરોપી ભૂવાએ વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી બસમાં જ પીડિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે આરોપીની ભૂવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી

મળતી વિગ અનુસાર અનુસાર, સુરતના અડાજણમાં રહેતી પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવા બોટાદના ચિરોડા ગામના ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી.

આપણ વાંચો: પડોશી નહીં, પિશાચ ઝઘડાનો બદલો લેવા બહેન સાથે દુષ્કર્મ કરવા સગા ભાઈને ઉશ્કેર્યો

ત્યારબાદ પીડિત મહિલા વિધિ માટે સુરતથી ભાવનગર પહોંચી હતી. જો કે, વિધિ કરાવ્યા બાદ મહિલા ભૂવા સાથે બસમાં ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી. આ દરમિયાન ભૂવાએ વિધિ કરવાના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

કાળા જાદુના બહાને મહિલાને વશ કરી

ભૂવા ગંગારામે કાળા જાદુના બહાને મહિલાને વશ કરીને તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ સુરત પહોંચીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીની ધરપકડ કરીને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button