વિધિની વક્રતાઃ વરસાદને કારણે બારડોલીના ગામમાં વૃદ્ધાની અંતિમયાત્રા હોડીમાં કાઢી | મુંબઈ સમાચાર

વિધિની વક્રતાઃ વરસાદને કારણે બારડોલીના ગામમાં વૃદ્ધાની અંતિમયાત્રા હોડીમાં કાઢી

બારડોલીઃ સુરત જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદના કારણે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ છે. સુરતના બારડોલીમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. બારડોલીના રાયમ ગામમાં પાણી ભરાતા સ્મશાન યાત્રા હોડીમાં કાઢવામાં આવી હતી. આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.

મળતી વિગત પ્રમાણે, ગામના 70 વર્ષના હળપતિ આધેડનું મોત થતા ગામજનોએ હોડીમાં અંતિમ યાત્રા કાઢવાનો વારો આવ્યો હતો. વૃદ્ધાના મૃતદેહને પ્લાસ્ટિકમાં લપેટીને નનામી બાંધીને એક બોટમાં મુકીને લઈ જવામાં આવ્યો હતો. જેની પાછળ પરિવાર અને ગામના લોકો ચાલી રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના 31 જિલ્લામાં નોંધાયો વરસાદ, સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત

સાંજે 4 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે, નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ, તિલકવાડામાં 7.13 ઈંચ, દાહોદમાં 7.09 ઈંચ, વાપીમાં 6.02 ઈંચ, જેતપુર પાવીમાં 5.55 ઈંચ વરસાદ પડ્યો હતો.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button