સુરત

સુરતમાં 7 વર્ષની જૈન છોકરીની દીક્ષા પર પ્રતિબંધ, પિતાએ કરેલી અરજી કોર્ટે માન્ય રાખી

સુરતઃ શહેરમાં 7 વર્ષની જૈન છોકરીની દીક્ષા પર કોર્ટે પ્રતિબંધ લગાવ્યો હતો. પિતાએ કરેલી અરજીને કોર્ટે માન્ય રાખી હતી. દીકરીના પિતાએ અરજી કરીને તેમની પુત્રી 18 વર્ષની થાય ત્યારે દીક્ષા લે તેવી માંગ કરી હતી. જેને કોર્ટ માન્ય રાખી હતી. પિતાની તરફેણમાં ફેમિલી કોર્ટે ચુકાદો આપ્યો હતો.

શું છે મામલો

સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને અપાનારી દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માટે માતા અડગ હતી, જ્યારે પિતાનો વિરોધ હતો. જેથી માતા પોતાની દીકરીને લઈને છ મહિનાથી અલગ રહેવા લાગી હતી.

માતાએ તેની 7 વર્ષીય દીકરીને આગામી 8મી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારા સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો હતો. જે રોકવા માટે પિતાએ સુરતની ફેમિલી કોર્ટમાં પત્ની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ અંગે દીકરીના પિતાએ જણાવ્યું કે, મારી પત્ની સમજી ગઈ હોત તો આ બાબત કોર્ટમાં આવત નહીં. અમે દીકરી મોટી થાય પછી દીક્ષા અપાવવા તૈયાર હતા. છેલ્લા 7 મહિનાથી આ ઘટનાની શરૂઆત થઈ છે. વેકેશન પડ્યું એટલે મારી પત્નીએ દીકરીને મહારાજ સાહેબ પાસે રહેવા મોકલી દીધી હતી. બાદમાં તે પિયર ચાલી ગઈ હતી. તેણે એક શરત રાખી હતી કે, દીકરીને જો દીક્ષા માટે હા પાડો તો જ ઘરે પાછી આવીશ.

નોંધનીય છે કે 7 મહિના પહેલાં આ પ્રકારનો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો, જેમાં 12 વર્ષીય કિશોરની દીક્ષાને લઈ દંપતી વચ્ચે વિવાદ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

આપણ વાંચો:  અત્યારે એકદમ ગોરી લાગતી કિંજલ દવેનો જૂનો ફોટો જોશો તો ઓળખી પણ નહીં શકો…….

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button