સુરતમાં પોલીસ અને કયા પાટીદાર નેતા વચ્ચે ઝપાઝપી થઈ? ધક્કો મારીને કાઢ્યા બહાર | મુંબઈ સમાચાર
સુરત

સુરતમાં પોલીસ અને કયા પાટીદાર નેતા વચ્ચે ઝપાઝપી થઈ? ધક્કો મારીને કાઢ્યા બહાર

સુરતઃ શહેરના ‘સુદામા કા રાજા’ ગણેશ પંડાલમાં થોડા દિવસો પહેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે બોલચાલી અને ઘર્ષણ થયું હતું.

પંડાલમાં કાર્યકર્તાઓ વચ્ચે બબાલ અને બોલાચાલી થતા પોલીસે સામાન્ય લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.આ અંગેના વીડિયો વાયરલ થયો હતો. જેમાં અલ્પેશ કથીરિયાના સમર્થકોને પોલીસે ધક્કો મારીને બહાર કાઢ્યા હતા.

આપણ વાંચો: UP અને મુંબઇ સહિત અનેક સ્થળોએ નમાઝ બાદ તણાવ; મેરઠમાં ગોળીબાર….

શું છે મામલો

મળતી માહિતી મુજબ, આ ઘટના ગણેશ મહોત્સવ દરમિયાન બની હતી. કોઈક કારણોસર બંને જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિસ્થિતિ વણસતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ અધિકારીઓ યુવાનોને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા અને તેમની સાથેના કેટલાક યુવકો પર પણ લાઠીચાર્જ થયો હોવાનું સામે આવ્યું હતું.

આપણ વાંચો: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ: રેક્ટર પર ગાડી ચડાવવાનો પ્રયાસ

સમાધાન થતાં મામલો થાળે પડ્યો

આ બબાલ બાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ત્યાર બાદ સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો.

વાયરલ વીડિયો મુદ્દે અલ્પેશ કથીરિયાએ મૌન સેવ્યું હતું. તેણે માત્ર એટલું જણાવ્યું હતું કે અમારે સમાધાન થઈ ગયું છે, હું આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નહીં આપું.

પોલીસે શું કહ્યું

અલ્પેશ કથીરિયા અને તેના સમર્થકો લાઠી ખાઈને પણ ચૂપ કેમ છે તેવી ચર્ચાએ વરાછામાં જોર પકડ્યું હતું. બનાવ અંગે પોલીસે જણાવ્યું કે, સામાન્ય બળ પ્રયોગ કરીને આંતરિક ઘર્ષણની સ્થિતિ ટાળવામાં આવી હતી. પોલીસે આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ પણ કરી હતી પરંતુ તેમનું આંતરિક સમાધાન થઈ ગયું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button