ભ્રષ્ટાચારનો ભોરિંગઃ સુરતમાં મહિલા PSI લાંચ લેતા પકડાયા

સુરતઃ ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે એસીબી સક્રિય થઈ ગઈ છે. છાશવારે લાંચ લેતા અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. બુધવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) રૂ. 25,000ની લાંચ લેતા ઝડપાયા હતા. જે બાદ સુરતમાં મહિલા પીએસઆઈ, એએસઆઈ સહિત 3 લોકો લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.
આ કામના ફરીયાદી વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલ હતી જે અરજીની તપાસ આ કામના મહિલા પીએસઆઈ એમ.એ.રબારી ( મધુબેન અમીભાઇ રબારી) કરતા હતા. એ.એસ.આઈ નવનીતકુમાર હમીરભાઇ જેઠવા તેમના રાઈટર થતા હતા. તેમની અરજીની તપાસમાં બાકી નીકળતા રૂપિયા આપી દેવા વારંવાર દબાણ કરતા હતા. જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછું કરાવીને રૂ. ૬૩૦૦૦ મહિલા પીએસઆઈ આપી દેવા કહેતા હતા. તેઓ લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી વડોદરા એ.સી.બી.નો સંર્પક કર્યો હતો. જેના આધારે લાંચના છટકું ગોઠવવામાં આયું હતું. જેમાં એસઆઈ વનીતકુમાર હમીરભાઇ જેઠવાએ લાંચના રૂપિયા મહિલા પીએસઆઈ એમ.એ.રબારી વતી માંગણી કરી હતી અને ખાનગી વ્યક્તિ માનસિંહ રામભાઇ સિસોદિયાને આપી દેવા જણાવ્યું હતું.
બુધવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) રૂ. 25,000ની લાંચ લેતા ઝડપાયા હતા.
વડોદરામાં ઈન્કમટેક્સનો અધિકારી રૂ. 500ની લાંચ લેતા ઝડપાયો હતો
થોડા દિવસ પહેલા વડોદરામાં ઈન્કમટેક્સનો અધિકારી માત્ર 500 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાઈ ગયો હતો. ઇન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડન્ટ નીતીશ ભારતી આધાર અને પાનકાર્ડમાં સુધારા માટે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. એસીબીએ તેને 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. ડોદરામાં ફરિયાદીને નવો ધંધો શરૂ કરવાનો હોવાથી પોતાના આધાર કાર્ડમાં નામ સરનામા પ્રમાણે પાન કાર્ડમા સુધારો કરવાનો હતો. તે ઉપરાંત પાન કાર્ડમાં રહેઠાણના સ્ટેટસનો સુધારો કરવાનો હતો. જેથી ફરિયાદીએ રજૂઆત કરતાં આરોપીને ગત 25 એપ્રિલે અરજી આપી હતી. આ અરજીમાં આરોપીએ ફરિયાદીને પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે કોઈપણ રીતે બહાના બતાવવામાં આવતા હતાં અને ડોક્યુમેન્ટ મંગાવતો હતો. આરોપીએ ફરીયાદીને ફોન કરીને એક હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.