સુરત

સુરતઃ વરાછામાં બાઈકમાંથી સાપ નીકળ્યો, વીડિયો થયો વાયરલ

સુરતઃ ચોમાસા દરમિયાન સરી સૃપોના દરમાં પાણી ભરાઈ જતા બહાર નીકળતા હોય છે. જેના કારણે આ સિઝનમાં સર્પદંશની ઘટના પણ મોટા પ્રમાણમાં બનતી હોય છે.

સુરતના વરાછા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક યુવાનની પાર્ક કરેલી બાઈકમાંથી અચાનક સાપ બહાર આવતા આસપાસના લોકોમાં ભય અને દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આપણ વાંચો: Snake In Train: ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચમાં સાપ નીકળ્યો, મુસાફરોમાં ભયનો માહોલ, વીડિયો થયો વાયરલ

મળતી વિગત પ્રમાણે, વરાછા વિસ્તારમાં આવેલા ધ ગેલેરીયા બિઝનેસ હબ ટુ શોપિંગ કોમ્પ્લેક્સ નીચે એક યુવાન પોતાની બાઈક પાર્ક કરી રહ્યો હતો, ત્યારે અચાનક બાઈકના એન્જિનના ભાગમાંથી એક સાપ બહાર આવ્યો હતો.

સાપને જોતા જ ત્યાં હાજર લોકો ફફડી ઉઠ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સાપને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આપણ વાંચો: Thai Air એશિયાની ફ્લાઈટમાં નીકળ્યો સાપ અને પછી…

બાઈકમાંથી સાપ નીકળે તો શું કરશો

શાંત રહો અને અંતર રાખો: બાઈકમાં સાપ જોવા મળે તો ગભરાશો નહીં. સાપ સામાન્ય રીતે ડરપોક હોય છે અને જો તેમને ધમકી ન લાગે તો હુમલો કરતા નથી. સાપથી સુરક્ષિત અંતર જાળવો.

સાપને બહાર નીકળવા દો: જો શક્ય હોય તો, સાપને પોતાની મેળે બાઈકમાંથી બહાર નીકળવા માટે થોડી જગ્યા અને સમય આપો. ઘણીવાર સાપ જાતે જ સુરક્ષિત જગ્યા શોધીને ત્યાંથી નીકળી જાય છે.

નિષ્ણાતને બોલાવો: જો સાપ બાઈકમાંથી નીકળતો ન હોય અથવા જો તમને તેની પ્રજાતિ વિશે જાણતા ન હોય તો તરત જ વન વિભાગ, સાપ પકડનારનો સંપર્ક કરો. તેઓ સાપને સુરક્ષિત રીતે પકડીને તેને કુદરતી નિવાસસ્થાનમાં છોડી શકે છે.

સાપને હેરાન ન કરો: સાપને પકડવાનો કે તેને હેરાન કરવાનો પ્રયાસ કરશો નહીં. આમ કરવાથી તે ડરી શકે છે અને તમને કરડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button