ઉધનામાં ચાલતા સેકસ રેકેટનો ફૂટ્યો ભાંડો ; બાંગ્લાદેશથી વીઝા પર આવી હતી એક મહિલા
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહેલા સેકસ રેકેટના કારોબારનો ભાંડો ફૂટ્યો છે. ઝડપાયેલા લોકોના મોબાઈલમાંથી મહિલાઓના ફોટો ક્લાઈન્ટને મોકલતા હતા અને ધંધો ચલાવતા હતા. આ મામલે ઉધના પોલીસને વિશ્વાસુ સ્ત્રોતમાંથી માહિતી મળી હતી. આ બાદ પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી લીધા છે.
આ પણ વાંચો: સુરતનો હરમીત દેસાઈ પહેલી જ ઑલિમ્પિક્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયો
પોલીસને મળેલી બાતમીના આધારે તેમના જ વિસ્તારમાં પ્રભુનાગર સોસાયટીના પ્લોટ નંબર 1 ના પહેલા માળે દરોડો પડ્યો હતો. પોલીસે દરોડો પાડીને સેકસ રેકેટ ચલાવનાર કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. જેમાં અરવિંદ લાખાણી, નૂરજમલ શેખ, સકોર એનમૂલ્લાર, અપતાર ઉદ્દીન મુલ્લા અને આરીફ આલમ ખાનની ધરપકડ કરી છે.
પોલીસે આ જગ્યા પરથી બે મહિલાઓની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા બાંગ્લાદેશથી વીઝા પર ભારત આવી હતી. આ મામલે સુરત પોલીસ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં દેહવ્યાપરનો ધંધો ચાલી રહ્યો છે. જ્યાં પોલીસ દરોડો પાડીને બે મહિલાઓને મુક્ત કરવી છે.
આ પણ વાંચો: સુરતના સચિનમાં 2 અકસ્માત : 2 યુવકોને ભેટ્યો કાળ!
ડીસીપીએ વધુ જણાવતા કહ્યું હતું કે બે મહિલાઓને મુક્ત કરવામાં આવી છે, જ્યારે એક ગ્રાહક સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા પાંચે લોકોના મોબાઈલ મળી આવ્યા છે. જો આ લોકો મોબાઈલના માધ્યમથી મહિલાઓના ફોટા મોકલતા હતા અને નક્કી કરીને ગ્રાહકોને મહિલાઓ પાસે લઈ જતાં હતા.
પોલીસે હાલ તમામ મળેલી માહિતીની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ બાંગ્લાદેશી મહિલા આ ધંધામાં કઈ રીતે જોડાય તેની પણ હાલ તપાસ શરૂ કરી છે. આ સાથે જ આ ધંધામાં અન્ય કોણ મહિલાઓ સામેલ છે તેમજ પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.