ભ્રષ્ટાચારની હદ થઈ, સુરતમાં લોકરક્ષક રૂ. એક લાખની લાંચ માંગતા ઝડપાયો | મુંબઈ સમાચાર
સુરત

ભ્રષ્ટાચારની હદ થઈ, સુરતમાં લોકરક્ષક રૂ. એક લાખની લાંચ માંગતા ઝડપાયો

સુરતઃ એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જોકે તેમ છતાં કેટલાક ઈસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સુરત ગ્રામ્ય એલસીબી ટીમે લોકરક્ષકને રૂપિયા એક લાખની લાંચ માંગતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

ફરિયાદીના પતિ તથા જમાઇ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો દાખલ થયો હતો. તે ગુનામાં ફરિયાદીના જમાઇની અટકાયત કરી હતી. તેઓને માર નહી મારવા તેમજ ફરિયાદીના પતિને હાજર કરી, તેને પણ માર નહિ મારવાના અવેજ પેટે રૂ.૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતીય

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે ફરિયાદી સાથે વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતાં સ્થળ પર પકડાયા હતા.

આ પણ વાંચો: ઓડિટ રિપોર્ટમાં ઘાલમેલ કરવા લાંચ માગનારા ત્રણ સરકારી કર્મચારી પકડાયા

ખંભાતમાં ગત 27મી જુલાઈના રોજ ગૌમાંસના કેસમાં આરોપી ન બતાવવા અને વરઘોડો ન કાઢવા બદલ ગુનામાં તપાસ કરી રહેલા ખંભાતના પીએસઆઈ પી. ડી. રાઠોડે આરોપી પાસેથી રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. જોકે, પાછળથી રકઝકના અંતે આ રકમ ઘટાડીને ત્રણ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જે અંતર્ગત લાંચ લેવા જતાં વચેટીયો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે પીએસઆઈ ફરાર થઈ ગયો હતો. સમગ્ર કેસમાં તપાસ કરી રહેલી નડિયાદ એસીબી દ્વારા પીએસઆઈ પી. ડી. રાઠોડને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ દ્વારા તેના ઘરે અને બેંક વિગતો તપાસવામાં આવી હતી. આગામી સમયમાં તેના સસ્પેન્શન માટેની પણ કાર્યવાહી કરી રિપોર્ટ કરવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button