કાળમુખો શનિવારઃ રાજ્યમાં વિવિધ અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યુ

અમદાવાદઃ ગુજરાત માટે શનિવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. રાજ્યમાં અકસ્માતના બનેલા વિવિધ બનાવમાં 10 લોકોના મૃત્યુ થયા હતા.
સુરતમાં બે અકસ્માતમાં 5નાં મોત
સુરતના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા. સુરતના ઉમરાથી અઠવાગેટ જતી વખતે પારલે પોઇન્ટ બ્રીજ પર બે યુવકો બાઇક લઇને ડિવાઇડર સાથે અથડાતા બંનેના મૃત્યુ થયા હતા. આમ સુરતમાં બે અલગ-અલગ અકસ્માતમાં 5 યુવાનોને કાળ ભરખી ગયો હતો.કચ્છના ચિત્રોડમાં ઓવર ટેકના લ્હાયમાં સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં આઇસર ચાલકનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકામાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી યુવકોના મોત; જુઓ અકસ્માતનો VIDEO
લીમખેડામાં પતિ-પત્ની સહિત 4નાં મોત
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને લીમખેડા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર લોકોના મૃત્યુ અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર દાહોદના લીમખેડામાં રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં પતિ-પત્ની ચાર શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.