સુરતમાં તંત્રની બેદરકારીએ માસુમનો ભોગ લીધો! 2 વર્ષનું બાળક ગટરના ખુલ્લા મેનહોલમાં પડી ગયું
સુરત: તંત્રની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઈ કાલે બુધવારે સાંજે શહેરના વરિયાવ વિસ્તારમાં એક 2 વર્ષનું માસુમ બાળક ગટરના ખુલ્લા મેનહોલમાં પડી (Surat) ગયો હતો, આ ઘટના બાદ તંત્ર દોડતું થઇ ગયું છે. સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કર્મચારીઓ સ્થાનિક લોકો સાથે મળીને બાળકની શોધખોળ કરી રહી છે. ગટરમાં પાણીના ભારે પ્રવાહને કારણે, બાળક આગળ વહી ગયું હોય એવી શક્યતા છે.
અહેવાલ મુજબ બાળક તેની માતા સાથે રાધિકા પોઈન્ટ નજીક રસ્તા પર જઈ રહ્યું હતું, ત્યારે ગટરના ખુલ્લા મેનહોલમાં ખાબક્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષનો માહોલ છે.
તંત્રની રદિયો:
અધિકારીએ જણાવ્યું કે ભારે વાહન પસાર થવાને કારણે મેનહોલનું ઢાંકણ તૂટી ગયું હતું. તેમણે કહ્યું કે 2 વર્ષનું બાળક તેમાં પડી ગયું હતું. બાળકને શોધવા માટે લગભગ 100-150 મીટરના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરીમાં અહીં 60-70 કર્મચારીઓ તૈનાત છે.
આ પણ વાંચો…માંડવીમાં અન્નનળીમાં ફુગ્ગો ફસાઈ જતાં ત્રણ વર્ષના માસૂમનું મોત
બાળકની શોધ ચાલુ છે:
ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે બાળક પાણીના પ્રવાહમાં તણાઈ ગયું છે. ફાયરવિભાગના સ્ટાફ દ્વારા વિસ્તારના બધા જ મેનહોલની તપાસ કરી રહી છે. બાળકને શક્ય તેટલી વહેલી તકે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં બાળક વિશે કંઈ જાણવા મળ્યું નથી. જો કે બાળકના જીવિત હોવાની શક્યતા નહીવત છે.