નવસારી

ગુજરાતના Navsari માં દેશનો સૌથી મોટો સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટ શરૂ…

અમદાવાદઃ ગુજરાતના નવસારીના(Navsari)ચીખલી ખાતે શનિવારે દેશની સૌથી મોટી સોલાર પાવર અને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઉર્જા પ્રધાન પ્રહલાદ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના દેગામ ખાતે વારી એનર્જીસ લિમિટેડની અત્યાધુનિક 5.4 ગીગાવોટ સોલાર સેલ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, ભારતની સોલાર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી 2030 સુધીમાં 80 ગીગાવોટથી વધીને 125 ગીગાવોટ થઈ જશે.

પીવી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 125 ગીગાવોટ થશે

જ્યારે ઈન્સ્ટોલ કરવામાં આવેલી સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ કેપેસીટી હાલમાં 25 ગીગાવોટ છે તે વધીને 40 ગીગાવોટ સુધી પહોંચી જશે. 2014માં દેશમાં સોલાર પીવી મોડ્યુલનું મેન્યુફેક્ચરિંગ એટલી માત્રામાં નહોતું. તેમણે ઉમેર્યું હતું કે, આજે વારી જેવી કંપનીઓ 80 ગીગાવોટ સૌર પીવી મોડ્યુલનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. 2023 સુધીમાં આપણી કુલ પીવી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 125 ગીગાવોટ થઈ જશે.

2014માં સૌલાર સેલ મેન્યુફેક્ચરિંગ શૂન્ય હતું. પરંતુ આજે આપણે 25 ગીગાવોટનું નિર્માણ કરી રહ્યાં છીએ અને ટૂંક સમયમાં 40 ગીગાવોટ સુધી પહોંચી જઈશું. તેમણે કહ્યું હતું કે, આપણે પોલીસિલિકોનથી લઈને મોડ્યુલ સુધી ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવાના વિચાર સાથે આગળ વધી રહ્યાં છીએ.

50 ટકા નિકાસ ઓર્ડર બુક કરવામાં આવ્યા

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત વિશ્વનો ત્રીજો સોથી મોટો રિન્યુએબલ એનર્જીનું મેન્યુફેક્ચર કરનાર દેશ બન્યો છે. 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે જે હાલમાં 220 ગીગાવોટ છે. 500 ગીગાવોટનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે. ગ્રીન એમોનિયા માટે દુનિયામાં સૌથી મોટી બોલી ભારત દ્વારા લગાવવામાં આવી છે. તે ઉપરાંત ઈલેક્ટ્રોલાઈઝર અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે 50 ટકા નિકાસ ઓર્ડર બુક કરવામાં આવ્યાં છે.

ઉર્જાની માંગ ઝડપથી વધી

ભારતમાં ઉર્જાની માંગ ઝડપથી વધી રહી છે. 2032 સુધીમાં તે ડબલ થઈ જશે. 18100 ગામોમાં વીજળી પહોંચી જશે અને ભારત પોતાની વિશ્વસનિયતા અને માનવ સંસાધનોની ઉપલબ્ધતાને કારણે દુનિયાનું ઉત્પાદન કેન્દ્ર બનશે. છેલ્લા 60 વર્ષોમાં ભારતની વીજ ઉત્પાદન ક્ષમતા 269 ગીગાવોટ હતી. પરંતુ છેલ્લા 10 વર્ષોમાં તે વધીને 459 ગીગાવોટ થઈ ગઈ છે.

આ પણ વાંચો : Navsari કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી હળદરની ત્રણ નવી જાતો, 40 ટન સુધી ઉત્પાદન મળશે…

રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય

આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વિકાસનો આદર્શ અને વિકાસનું એન્જિન તેમજ નીતિ સંચાલિત રાજ્ય રૂપે સ્થાપિત કરવા માટે વડાપ્રદાન મોદીની પ્રસંશા કરી હતી. વ્યાપારમાં સરળતા, જનલક્ષી નીતિઓ અને માળખાગત સુવિધાઓએ ગુજરાતને ઉદ્યોગપતિઓ અને રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બનવામાં મદદ કરી છે. અમે પરંપરાને આગળ વધારી છે. તેમજ વધુ મોટા ઉદ્યોગોને આકર્ષિત કરવા માટે આત્મનિર્ભર ગુજરાત નીતિ લાવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button