
સુરતઃ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ઘણી ખેત પેદાશો છે, જે એના વિસ્તાર તેમજ લાક્ષણિકતાઓથી ઓળખાય છે. પરંતુ તેના માટે જરૂરી એવો જીઆઈ ટેગ મેળવવામાં ન આવતા ખેડૂતોને આર્થિક સાથે અન્ય નુકશાની વેઠવી પડે છે. નવસારી જિલ્લાના અમલસાડના ચીકુને જીઆઈ ટેગ મળ્યો હતો.
શુક્રવારે અમલસાડ ચીકુ અથવા સાપોડિલા, ભૌગોલિક સૂચક ટેગ મેળવવા માટે ગુજરાતમાંથી 28મી આઇટમ બની છે. કેસર કેરી, કચ્છી ખારેક (સૂકી ખજૂર) અને ભાલિયા ઘઉં પછી, તે પ્રતિષ્ઠિત ટેગ મેળવનારી રાજ્યની ચોથી ખાદ્ય વસ્તુ બની છે. અમલસાડ ચીકુ માટે જીઆઈ ટેગ માત્ર હેરિટેજનું જ રક્ષણ કરશે નહીં, પરંતુ ખેડૂતો માટે વૈશ્વિક બજારો સુધી પહોંચવા માટેના દરવાજા પણ ખોલશે. ખાસ કરીને UAE, UK અને બહેરીનમાં, આ ક્ષેત્રના આર્થિક વિકાસને વેગ આપશે.
ઉત્પાદનમાં 30 ટકા ફાળો
અમલસાડ ચીકુના જીઆઈ વિસ્તારમાં ગણદેવી તાલુકાના 51 ગામો, જલાલપોર તાલુકાના 6 ગામો અને નવસારી તાલુકાના 30 ગામોનો સમાવેશ થાય છે. જે એકંદર ઉત્પાદનમાં 30 ટકા ફાળો આપે છે.
જીઆઇ ટેગ શું છે
જીઆઇ ટેગ એટલે કે જ્યોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન. અમુક ચોક્કસ વિસ્તાર કે સ્થળ સાથે સંલગ્ન હોય અને ત્યાંની યુનિક વસ્તુ હોય તથા ત્યાં જ બનતી હોય તેવી વસ્તુઓને જીઆઈ ટેગ આપવામાં આવે છે. ભારતમાં કુલ 350 વસ્તુઓ જીઆઇ ટેગ ધરાવે છે.
આપણ વાંચો: Navsari કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી હળદરની ત્રણ નવી જાતો, 40 ટન સુધી ઉત્પાદન મળશે…