બીલીમોરામાં બિશ્નોઈ ગેંગ અને એસએમસીની ટીમ વચ્ચે ગોળીબાર; એક આરોપી ઘાયલ-ચાર ઝડપાયા…

બીલીમોરા: નવસારી જિલ્લાના બીલીમોરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હોવાની ઘટના બની હતી. હોટલમાં રોકાયેલા આરોપીઓને ઝડપવા માટે પોલીસ પહોંચી હતી ત્યારે ગેંગના સભ્યોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો, આથી તેના પ્રત્યુતરમાં પોલીસે સ્વબચાવમાં ગોળી ચલાવી હતી.
મળતી વિગતો અનુસાર, સેએમસીની ટીમને બાતમી મળી હતી કે, હથિયારની આપ-લે કરવા માટે બિશ્નોઈ ગેંગના સભ્યો હોટલમાં રોકાયા છે, આથી તેમણે ઝડપવા એસઓજી પોલીસની ટીમ હોટલ પહોંચી હતી. એ દરમિયાન પોલીસ અને ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું.
ગેંગના સભ્યોએ પોલીસની ટીમ પર ગોળીબાર કર્યો હતો, આથી પોલીસની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આથી જેથી હથિયારો આપવા માટે આવેલા પાંચ પૈકી એકને પગના ભાગે ગોળી વાગી હતી, જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
તે સિવાયના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હરિયાણાના રહેવાસી યશસિંહ સુંદર સિંહ, મધ્ય પ્રદેશના રહેવાસી રિષભ અશોક શર્મા, રાજસ્થાનના રહેવાસી મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવતની ધરપકડ કરવામાં આવી હતી.



